ગુજરાત
News of Saturday, 1st May 2021

ડીસામાં વેપારી એસોશિએશનદ્વારા 10 દિવસનું સ્વેચ્છિક લોકડાઉન જાહેર કરવામાં આવ્યું

ડીસા: શહેરમાં તમામ વેપારી એસોસીએશનની નગરપાલિકા ખાતે બેઠક મળી હતી. જેમાં  બીજીવાર ૧૦ દિવસનું આજથી સ્વેચ્છિક લોકડાઉન જાહેર કરવાનો નિર્ણય લીધો હતો. તેમજ જે પણ વેપારી લોકડાઉનનો ભંગ કરતાં જણાશે તો દંડકીય કાર્યવાહી કરવામાં આવશે.

સમગ્ર ગુજરાતમાં કોરોના હાહાકાર મચાવી રહ્યા છે. અને દિવસેને દિવસે કોરોના કેસમાં વધારો થઈ રહ્યો છે. અને સાથે મોતનો અકડો પણ વધી રહ્યો છે. જેમાં બનાસકાંઠા જિલ્લામાં પણ કોરોના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. અને ખાસ કરીને પાલનપુર તેમજ ડીસા ખાતે કોરોના કેસોની સંખ્યામા વધારો થઇ રહ્યો છે. ત્યારે કોરોનાના કેસોને અટકાવવા માટે વેપારી એસોસીએશન સ્વેચ્છિક લોકડાઉન કરી રહ્યા છે. ત્યારે ડીસા ખાતે પણ તમામ વેપારી એસોસીએશનની ડીસા નગરપાલિકા ખાતે ડીસાના ધારાસભ્ય તેમજ ડીસા ડીવાયએસપીનગરપાલિકા ચીફ ઓફિસર તેમજ નગરપાલિકા પ્રમુખની હાજરીમાં તમામ વેપારી એસોસિયેશનની બેઠક મળી હતી. જેમાં તમામ વેપારી ૪ દિવસના લોકડાઉન બાદ આજ ફરીથી ૧૦ દિવસનું  એસોસિયેશને સ્વેચ્છિક લોકડાઉન જાહેર કરવાનો નિર્ણય લીધો હતો.

(4:53 pm IST)