ગુજરાત
News of Saturday, 1st May 2021

સુરત:ડુમસની સરકારી જમીનના બોગસ દસ્તાવેજ બનાવી છેતરપિંડી આચરનાર પાંચ આરોપીને અદાલતે 4 વર્ષની કેદની સુનવણી કરી

સુરત:શહેરમાં આજથી 26 વર્ષ પહેલાં ડુમસની સારંગ તળાવ તરીકે ઓળખાતી સરકારી ખરાબાની જમીનમાં ગેરકાયદે ઢોરનો તબેલો બનાવીને આકારણી કરાવીને સરકારી દફતરે ચડાવીને બોગસ દસ્તાવેજો બનાવવાના કારસામાં સંડોવાયેલા પાંચ આરોપીઓને આજે એડીશ્નલ ચીફ જ્યુડીશ્યલ મેજીસ્ટ્રેટ શિલ્પા કાનાબારે દોષી ઠેરવ્યા હતા.જે પૈકી બે આરોપીઓને સાત વર્ષની સખ્તકેદ,રૃ,50 હજાર દંડ તથા અન્ય ત્રણ આરોપીઓને ચાર વર્ષની કેદ તથા 30 હજાર દંડની સજા ફટકારતો હુકમ કર્યો છે.

ફરીયાદી નયનાબેન અરવિંદ પટેલે ડુમસ ગામના રે.સ.નં.241ની સારંગ તળાવ તરીકે ઓળખાતી સરકારી ખરાબાની જમીન પર ગેરકાયદે કબજો કરીને બોગસ દસ્તાવેજોના આધારે સરકારી જમીન પચાવી પાડવાના કારસા બદલ કુલ છ આરોપીઓ વિરુદ્ધ ડુમસ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. ઉપરોક્ત સરકારી જમીનમાં મૂળ મહેસાણાના વડનગર તાલુકાના વતની આરોપી જલાબેન ચેલાભાઈ રબારીએ 669.78 ચોરસ મીટર તથા આરોપી રત્ના ચહેરાભાઈ રબારીએ 732 ચોરસમીટર જમીનમાં ગેરકાયદે દબાણ કરીને ઢોરનો તબેલોછાપરું બાંધીને ડુમસ ગ્રામપંચાયતમાં તેની આકારણી કરવા મે-1993માં અરજી કરી હતી.

(4:53 pm IST)