ગુજરાત
News of Saturday, 1st May 2021

રાજપીપળા કોવિડ માંથી મૃતદેહ લઈ જતી એમ્બ્યુલન્સ બગડતા અન્ય ગાડીમાં મૃતદેહ લેવાયા બાદ તેની સામગ્રી માર્ગ પર પડતા લોકોમાં ભય

આમ જનતા કોવિડ ના નિયમનું પાલન ન કરે તો દંડનીય કાર્યવાહી થાય છે,વેપારો બંધ રાખી સંક્રમણ રોકવા પ્રયાસ કરાય છે ત્યારે આવી બાબતે કેમ કોઈ રોકટોક નથી કરાતી

(ભરત શાહ દ્વારા) - રાજપીપળા : રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં દરરોજ અમુક લોકોના મોત નીપજે છે જેને સ્મશાન સુધી ખાનગી એમ્બ્યુલન્સ મારફતે મોકલાઈ છે પરંતુ આ એમ્બ્યુલન્સો લાલ ટાવર દરબાર રોડ જેવા ભરચક રહેણાંક વિસ્તાર માંથી પસાર થતી હોય શુક્રવારે સવારે એક મૃતદેહ લઈ સ્મશાનમાં જતી એક ખાનગી એમ્બ્યુલન્સ દરબાર રોડ પ્રયોગ શાળા પાસે બગડતા અંદરનો મૃતદેહ અન્ય ગાડી માં મૂકી સ્મશાન એ લઇ જવાયો પરંતુ પ્રયોગશાળા પાસે બગડેલી ગાડી માંથી ફૂલ અને અન્ય લિકવિડ માર્ગ પર પડતું જોઈ સ્થાનિક રહીશો માં કોરોના ફેલાઈ તેવો ભય ફેલાયો હતો ત્યારબાદ ચાર પાંચ કલાક સુધી બગડેલી ગાડી ત્યાંજ પડી રહેતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.
 કોરોના ના આ કપરા સમય માં કોરોના સંક્રમણ ન ફેલાઈ તે માટે વહીવટી તંત્ર માસ્ક, સોસીયલ ડિસ્ટન્સ સહિત ના પાલન માટે જાહેરાતો અને દંડનીય કાર્યવાહી કરી લોકોને સાવચેત કરે છે ત્યારે ખાનગી અબ્યુલન્સ દ્વારા જો આવી બેદરકારી જોવા મળે તો તેને કોણ અટકાવશે.?કોવિડ માંથી નીકળેલા મૃતદેહો ને કેમ રહેણાંક વિસ્તાર માંથી પસાર કરવામાં આવે છે.?કેમ તંત્ર આ બાબતે પગલાં લેતું નથી.? જેવા અનેક સવાલો હાલ સ્થાનિકો કરી રહ્યા છે.

(11:06 pm IST)