ગુજરાત
News of Saturday, 1st May 2021

રાજપીપળા સ્મશાનમાં હાલ વધતા કોવિડના મૃતદેહોમા લાકડા ખૂટી પડતા માઁ શક્તિ ગરબા ગ્રૂપે એક લાખ રૂપિયાનું દાન આપ્યું

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા માં શહેરીજનો માટે એક જ સ્માશન આવેલું છે જેનો વહીવટ બે વ્યક્તિ કરતા હતા ત્યાં લાકડા કે અન્ય કોઈ પણ કામ માટે બે વૈષ્ણવ સમાજ ના વ્યક્તિ ઓ પૂરતી કાળજી લેતા હતા જેમાંથી એક વ્યક્તિ નું મૃત્યુ થતા સેવાભાવી બે મિત્ર ની જોડી તૂટી ગઈ પરંતુ બીજા મિત્ર એ સ્મશાન નું આ કાર્ય એકલે હાથે ચાલુ જ રાખ્યું છે.એ બહુ મોટી વાત છે.
 સ્માશન માં 2 મહિના પહેલા 1700 મણ લાકડા હતા પણ હાલ કોરોના મહામારી માં મૃતદેહો ની સંખ્યા હદ વિનાની થઈ જતા આ લાકડા એકજ મહિના માં પુરા થઈ ગયા છતાં ગમે ત્યાં થી વ્યવસ્થા કરી ને હાલ લાકડા ની અછત ન ઉભી થાય તે માટે તજવીજ કરતા લાકડા ની અછત બાબતે રાજપીપળા ની માઁ શક્તિ ગરબા ગ્રૂપ ના સદસ્યો ને આ બાબતની જાણ થતાં જ એક લાખ રૂપિયા નું દાન લાકડા માટે સ્માશન ભૂમિ ટ્રસ્ટ ને આપ્યું છે, માઁ શક્તિ ગ્રૂપ ના સભ્યોમાં વિજયભાઈ શ્રોફ,જયપાલસિંહ મંગરોલા,નામદેવ દવે,રાકેશ પટેલ,જલવંત પટેલ અને હરીશભાઈ કૃષિ સેલ્સ આ તમામ સભ્યો એ સ્માશન માં લાકડા લાવવા માટે રૂ. 1 લાખ નું દાન આપ્યું છે જોકે અગાઉ પણ પ્રધાનમંત્રી રિલીફ ફન્ડ માં 1 લાખ નું દાન આપ્યું હતું માઁ શક્તિ ગરબા ગ્રૂપ ના સભ્યો નું કહેવું છે કે રાજપીપલા ના પૈસા રાજપીપલા ના લોકો માટે જ વપરાય એના થી મોટું ગૌરવ અમારે માટે બીજું કાંઈ નથી.
 જોકે કોવિડ સ્મશાન માં લાકડા ની તંગી તો દૂર થઈ પરંતુ મૃતકો ની અંતિમવિધિ માટે વૈષ્ણવ વણિક સમાજ,રાજપીપળા તરફથી અંતિમક્રિયા કરતા ચાર કર્મચારીઓ ને ચૂકવાતા રૂપિયા ની હાલમાં તંગી વર્તાઈ છે કેમ કે કોવિડ હોસ્પિટલ માંથી આવતા મૃતકોની સંખ્યા વધતા હાલમાં કર્મચારીઓ ને આપવા રુપીયા ની પણ ખાસ જરૂર છે ત્યારે આવા કપરા સમયમાં આ સેવાકાર્ય બાબતે અન્ય સંસ્થાઓ પણ આગળ આવે તે જરૂરી છે.

(10:52 pm IST)