ગુજરાત
News of Saturday, 1st May 2021

જીતનગર ત્રણ રસ્તા પાસે મો.સા.પર બે થી વધુ માણસો બેસાડી લઈ જનાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધતી પોલીસ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા પોલીસે વાહન ચેકીંગ સમયે જીતનગર પસેથી મો.સા.ઉપર બે થી વધુ માણસો બેસાડી જતા ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.
પ્રાપ્ત માહિતી મુજબ પીએસઆઇ આઈ.આર.દેસાઈ એ જીતનગર ત્રણ રસ્તા પરથી મો.સા.ઉપર બે કરતા વધુ માણસો બેસાડી જતા ચાલક નિલેશભાઈ ડુંગરસિંગ વસાવા રહે.જુનારાજ તા.નાંદોદ ને જાહેરનામા ના ભંગ બદલ ઝડપી લઈ કાયદેસર કાર્યવાહી કરી છે.

(10:53 pm IST)