ગુજરાત
News of Saturday, 1st April 2023

પહેલાં ફ્રેન્ડશીપ, બાદમાં લવ અને પછી દુષ્કર્મ:પાટણના વિધર્મી યુવકે યુવતીને બની શિકાર

વધુ એક લવ જેહાદની ઘટના સામે આવી

અમદાવાદ:પાટણની યુવતીને હિન્દુ નામ ધારણ કરીને ફસાવી દુષ્કર્મ આચનારા હવસખોર વિધર્મી યુવાન સામે એ.ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે. સમગ્ર ઘટનાને લઈ પોલીસે આરોપીને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા છે. તો વડોદરામાંથી પણ લવ જેહાદની ઘટના સામે આવી છે.

પાટણના એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ અનુસાર, ચાણસ્માના ગંગેટ ગામની 30 વર્ષીય યુવતી 2 વર્ષ અગાઉ તેના ભાઈ અને પરિવાર સાથે ઈકો ગાડીમાં પોળો ફોરેસ્ટ ફરવા ગઇ હતી. જેના થોડા દિવસ બાદ આ ઇકો કારના ડ્રાઇવરે યુવતીનું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ શોધી મેસેજ કરવાના શરૂ કર્યા હતા. મુસ્લિમ યુવકે પોતાને પ્રિન્સ સોમાભાઈ પટેલ પાટણનો રહેવાસી હોવાનું જણાવ્યું હતું અને લગ્ન કરવા જણાવ્યું હતું. 

બે ત્રણ દિવસ પછી યુવતી વિશ્વાસમાં આવી લગ્ન કરવા માટે માની ગઈ હતી. યુવતી પાટણની હોસ્પિટલમાં નોકરી કરતી હોવાથી આ યુવક તેને મળવા માટે અવારનવાર હોસ્પિટલ ખાતે જતો હતો. તો તે પાટણ રેલવે સ્ટેશન પાસેના ગેસ્ટ હાઉસમાં લઈ જઈ શરીર સંબંધ પણ બાંધતો હતો. મુસ્લિમ યુવકે ધંધામાં રૂપિયાની જરૂરિયાત હોવાનું કહી યુવતી પાસેથી દાગીના લઇ ગીરવે મૂકી દીધા હતા. જોકે, યુવતીના ભાઈના લગ્ન આવતાં હોવાથી ઘરમાંથી ઘરેણાં અને પૈસા ગાયબ છે તેની જાણ થશે તેવા ડરથી યુવતી ઘર છોડી પાટણ ખાતે મુસ્લિમ યુવક પાસે જતી રહી હતી.

 

આ દરમિયાન યુવતીને ખબર પડી હતી કે આ પ્રિન્સ પટેલ નથી પણ અડિયાનો અહઝરૂદિન સલીમભાઈ સિપાઈ એટલે કે મુસ્લિમ યુવક છે. જેથી યુવતી તાત્કાલિક પાટણ શહેર એ ડિવિઝન પોલીસ મથકે પહોંચી હતી અને સમગ્ર ઘટના જણાવીને મુસ્લિમ યુવક વિરુદ્ધ ધોરણસરની ફરિયાદ નોંધાવી હતી.

(7:37 pm IST)