ગુજરાત
News of Wednesday, 1st April 2020

પ્રજાના સાચા સેવક : રાજપીપળા શહેરમાં નાંદોદ ધારાસભ્ય દ્વારા 250 જેટલા લોકોને માસ્ક વિતરણ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : હાલ કોરોના મહામારીમાં લોકો ડર અનુભવી રહ્યા છે ત્યારે મોઢા પર માસ્ક ખૂબ જરૂરી બન્યું હોય પરંતુ અચાનક આ મહામારી આવી પડતા બજારમાં માસ્ક ઉપલબ્ધ ન હોય અને જેની પાસે હોય એવા કેટલાક લોકો માસ્કની બમણી કિંમત વસુલાતા હોવાથી ગરીબ વ્યક્તિઓ માટે એ ખરીદવા અસંભવ બન્યા હતા અને વગર માસકે જોખમરૂપ ફરતા હોય તેવા સમયે નાંદોદ ધારાસભ્ય પી.ડી.વસાવા દ્વારા આજે આવા વિના માસ્કે ફરતા ૨૫૦ જેટલા લોકોને વિના મૂલ્યે માસ્ક આપી કોરોના જેવા વાયરસ સામે રક્ષણ અપાયું હતું.અને એ પણ ધારાસભ્ય પી.ડી.વસાવા એ લોકોને જાતે બાંધી આપ્યા હતા.ત્યારે આવા રાજકીય નેતાને સાચા અર્થમાં પ્રજાના સેવક કહીએ તો કોઈ અતિશયોક્તિ નથી.

(7:05 pm IST)