ગુજરાત
News of Wednesday, 1st April 2020

અમદાવાદના સોલામાં બીડી પીવા જેવી નજીવી બાબતે પડોશીએ યુવક પર ચપ્પુથી હુમલો કરતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત:આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી

અમદાવાદ: શહેરમાં સોલામાં બીડી પીવા જેવી નજીવી બાબતે હુમલો થતાં પડોશીએ યુવક પર ટપુના ત્રણથી ચાર ઘા મારી તેને ગંભીરપણે ઘાયલ કરી નાખ્યો હતો. આ અંગે પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

આ બનાવની વિગત મુજબ સોલા હાઉસિંગ ચામુંડા ચોક ખાતે રહેતા હરેશભાઈ રઘુનાથભાઇ બારોટના પુત્ર જીગર બારોટ સાથે પડોશી અશોક ખત્રીને ઝઘડો થયો હતો.

સોડા પોલીસના જણાવ્યા મુજબ બીડી પીવા બાબતે ઝઘડો થતાં મામલો બિચક્યો હતો. જેમાં અશોક ખત્રીએ જીગરના ડાભી કમરના ભાગે ચાકુના ત્રણ ઘા મારી દીધા હતા અને પેટ પર પણ ચાકુથી હુમલો કર્યો હતો.

(5:29 pm IST)