ગુજરાત
News of Wednesday, 1st February 2023

ભદામ ગામે નજીવી બાબતે પંચાયત સદસ્ય સાથે માથાકુટ : સિઝર વાળી પત્નીને માર મારતા ઇજા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના ભદામ ગામમાં પાણીના બોર માટે માથાકુટ માં થયેલી મારામારી બાબતે ત્રણ સામે ફરિયાદ નોંધાઈ છે

પ્રાપ્ત માહિતી અનુસાર રવિકુમાર ઇશ્વરભાઇ પરમાર( ઉ.વ. ૩૮ )ધંધો નોકરી( રહે.ભદામ ટેકરા તા.નાદોદ જી. નર્મદા )ની ફરિયાદ મુજબ તેમના ઘરના આંગળામા પંચાયતનો બોર બનાવેલ જેમા પ્રેસર મરાવતા બોરમાથી માટી નિકળતા રસ્તા ઉપર બોરની માટી પડતા લાલજી ભાઇ નાથાભાઇ રોહીત તથા ભિખીબેન લાલજીભાઇ રોહિત તેમની મો.સા લઈને જતા તેમની મો.સા લપસી પડતા તેઓ રવિભાઈ ને ગમેતેમ ગાળૉ આપાતા ગાળૉ બોલવાની ના પાડતા આ લોકો એ રવિભાઈના પત્નીને પેટના ભાગે તથા મોઢાના ભાગે ઢીકા પાટુનો માર મારી તથા દમંતીબેન લાલજીભાઇ રોહિત એ ગાળૉ આપી જાનથી મારી નાખવાની ધમકી આપતા રાજપીપળા પોલીસે ત્રણ વિરૂદ્ધ ગુનો દાખલ કર્યો છે.
   જોકે ફરિયાદી રવિભાઈના જણાવ્યા મુજબ તેમની પત્ની ની એક મહિના પહેલા જ સિઝર દ્વારા સુવાવડ કરાઇ છે અને ૩૫ ટાંકા પણ છે જેમાં આ લોકો માર મારતા પત્ની ની હાલત બગડી હતી અને તેમનું બાળક પણ IVF થી લીધેલું છે ત્યારે આવી ગંભીર પરિસ્થિતિ માં પણ સામા વાળા એ માર મારતા પોલીસ ફરિયાદ કરી છે.

(7:56 pm IST)