ઇડર નજીક આવેલ હાલુડી વિસ્તારમાં જુગાર રમતા 6 શખ્સોને પોલીસે 3.72 લાખના મુદામાલ સાથે ઝડપ્યા
સાબરકાંઠા:જિલ્લા એલસીબીની ટીમે ઈડરમાંથી નવ જુગારીઓને ઝડપી લીધા બાદ ઈડરની સ્થાનિક પોલીસ હરકતમાં આવી હતી.
બુધવારે ઈડર પોલીસે હાલુડી વિસ્તાર નજીક આવેલા મંદિર પાસે કેટલાક શખ્સો ગંજીપત્તાનો હારજીતનો જુગાર રમી રહ્યા છે. ત્યારબાદ ઈડર પોલીસએ બાતમીને આધારે સ્ટાફ સાથે તપાસ કરતા કેટલાક લોકો ખુલ્લામાં જુગાર રમતા હોવાનું જણાયુ હતું. જેથી પોલીસે તરત જ તેમને ઘેરી લીધા હતા અને જુગાર રમતા દિનેશભઈ ખેમાભાઈ પરમાર, દિપકભાઈ અમૃતભાઈ પરમાર, નરેશભાઈ મફાભાઈ મારવાડી, અજયકુમાર વસંતભાઈ સગર, આકાશભાઈ છગનભાઈ પણઝારા અને જયેશભાઈ હિરાભાઈ પરમારને ઝડપી લીધા હતા.
ત્યારબાદ ઈડર પોલીસના સ્ટાફે તેમની પાસેથી અંદાજે રૂ.૧૦,૨૦ રોકડ, બે મોબાઈલ ફોન, એક સીએનજી રીક્ષા તેમજ એક ઈકો કાર મળી કુલ કુલ રૂ.૩,૭૨,૨૦૦ નો મુદ્દામાલ કબ્જે લઈ લઈ ઝડપાયેલા જુગારીઓ વિરૃધ્ધ ઈડર પલીસ સ્ટેશનમાં જુગારધારા એક્ટ હેઠળ ગુનો નોધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.