Gujarati News

Gujarati News

News of Friday, 31st December 2021

નરોડાના વેપારી પર લાખોનું દેવું થઇ જતા જાતે જ પોતાનું અપહરણનું તરકટ રચ્યું હતું

ક્રાઇમ બ્રાન્ચે તરક્ટનો પર્દાફાશ કરી અપહ્યુંત રવીને જયપુરથી પકડી પાડ્યો

અમદાવાદ :નરોડાના વેપારી પર લાખોનું દેવી થઈ જતા તેને જાતે જ પોતાનું અપહરણનું તરકટ રચ્યું હતું. વેપારીને મારીને નાખી દીધો હોવાના મેસેજ પરિવારને મળતા નરોડા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવ્યો હતો. ક્રાઇમ બ્રાન્ચે તરક્ટનો પર્દાફાશ કરી અપહ્યુંત રવીને જયપુરથી પકડી પાડ્યો હતો.

નરોડા હરીદર્શન ચાર રસ્તા નજીક આવેલા આશીર્વાદ એવન્યુમાં નરેશભાઈ પંડ્યા, તેમની પત્ની , તેમનો દીકરો રવિ અને તેની પત્ની હિરલ રહે છે. ગત 27 ડિસેમ્બરે રવિ આધાર કાર્ડમાં મોબાઈલ નંબર બદલવવા જાઉં છું કહીને સવારે 9.30 વાગ્યે ઘરેથી નીકળ્યો હતો. બાદમાં રવિની પત્નીના મોબાઈલ પર અજાણ્યા નંબર પરથી કોલ અને મેસેજ આવ્યા હતા કે, રવીને મારી નાખી ફેંકી દેવામાં અવ્યો છે. જેથી ગભરાઈ ગયેલી હીરલે તેના સસરાને જાણ કરતાં આ અંગે નરોડા પોલીસને જાણ કરાઈ હતી અને અપહરણનો ગુનો નોંધી એજન્સીઓને જાણ કરવામાં આવી હતી.

દરમિયાનમાં ક્રાઇમ બ્રાન્ચે અપહ્યુત રવિ પંડ્યાને(ઉ.33) ને જયપુર એસટી ડેપો નજીકથી એકલા ફરતા પકડી પાડ્યો હતો. ક્રાઇમ બ્રાન્ચે રવિની પૂછપરછ કરતા ચોંકાવનારી વિગતો બહાર આવી હતી.રવીએ જણાવ્યું હતું કે, વર્ષ 2011માં અમદાવાદથી ઇસ્ટ આફ્રિકા, તાંજનીયા ગયો હતો વારંવાર ત્યાં આવન જાવન કર્યું હતું.

વર્ષ 2019 અને 2020 માં પણ તાંજનીયા ગયો હતો. તાંજનીયા ખાતે રવિ કોમોડિટી વસ્તુનો ધંધો કરતો હતો. કોરોના મહામારીના કારણે તેને નુકશાન થયું હતું. જેથી તાંજનીયા ખાતે જીવન નિરવાહ થઈ શકતું ન હોવાથી ભારત પરત આવવાના પૈસા પણ ન હતા. નરેશભાઈએ દેવું કરી 2 લાખ ભારતથી દીકરા રવીને મોકલ્યા હતા અને ત્યાર બાદ રવિ પરત અવ્યો હતો.

અમદાવાદમાં આવી રવીએ નોકરી ચાલુ કરી પરંતુ જીવન યોગ્ય રીતે ઓછા પગારમાં જીવી શકાય તેમ ન હતું દોવું પણ વધી ગયું હતું. પોતે કંટાળી ગયો હોવાથી આખરે અઘટિત પગલું ભરવાનું નક્કી કરી ઘરેથી નીકળી ગયો હતો. ઘરેથી નીકળી તે માધવપુરા નમસ્તે સર્કલ આવી લકઝરી બસમાં જોધપુર ત્યાંથી જયપુર, ત્યાંથી દિલ્હી અને ત્યાંથી જમ્મુ ખાતે ગયો હતો. બાદમાં જમ્મુથી દિલ્હી અને ત્યાંથી દિલ્હી ત્યાંથી જયપુર આવી ડેપો ઉપર ફરતો હતો. જ્યાં પોલીસે તેને પકડી પાડ્યો હતો અને અમદાવાદ લાવ્યા હતા. આ અંગે પોલીસને ગુમરાહ કરનાર રવિ સામે કાયદેસરની કાર્યવાહી કરી હતી.

(10:31 pm IST)