Gujarati News

Gujarati News

News of Friday, 31st December 2021

બોગજ ગામમાં ચૂંટણીમાં થયેલી મારામારીની ઘટનાના 10 આરોપીઓને રાજપીપળા ડિસ્ટ્રિક્ટ કોર્ટે જામીન પર મુક્ત કર્યા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાનાં બોગજ ગામમાં ગ્રામપંચાયતની ચૂંટણી માં થયેલી બે પક્ષ વચ્ચેની મારા મારીના કેસમાં દસ શખ્સો વિરુદ્ધ ફરીયાદ દાખલ થઇ હતી આ કેસ રાજપીપળા ડિસ્ટ્રીકટ કોર્ટમાં ચાલતા તમામ નવ શખ્સોને કોર્ટે જમીન મુક્ત કર્યા છે.

જેમાં જાણવા મળ્યા મુજબ બોગજ ગામમા ચુંટણી બાબતે બી.ટી.પી.ના આગેવાન ચૈતરભાઇ દામજીભાઇ વસાવા તથા બીજા નવ શખ્સો સામે સતિષભાઇ કુવરજીભાઇ વસાવા નાઓ કે જેઓ હાલના સાંસદ મનસુખભાઇ વસાવાના સાળા થાય છે.તેમણે તા.૧૯/૧૨/૨૦૨૧ના રોજ ફરીયાદ દાખલ કરી હતી. જે ફરીયાદ સામે બી.ટી.પી.ના આગેવાન ચૈતરભાઇ વસાવા તથા બીજા છ વ્યક્તિઓએ ડિસ્ટ્રીક્ટ કોર્ટ નર્મદામા આગોતરા જામીન અરજી એડવોકેટ કિશોરભાઇ જે.તડવી પાસે કરાવતા તેમની દલીલો કોર્ટમા માન્ય રાખી ડિસ્ટ્રીક્ટ જ્જનાઓએ તા.૩૦/૧૨/૨૦૨૧ ના રોજ તમામને આગોતરા જામીન પર મુક્ત કરવાનો હુકમ કર્યો છે.

(10:17 pm IST)