Gujarati News

Gujarati News

News of Friday, 31st December 2021

ગરૂડેશ્વર મહાદેવ મંદિરે મંત્રી પૂર્ણેશભાઈ મોદીએ મા નર્મદા મૈયાની પુજાપાઠ બાદ સંધ્યા મહા આરતી, દીપોત્સવ, રીવર મશાલમા સહભાગી બન્યા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : ભારતના સ્વતંત્રતાની ૭૫ મી વર્ષગાંઠ  નિમિત્તે “આઝાદીકા અમૃત મહોત્સવ” અન્વયે હાથ ધરાયેલ  પંચ દિવસીય “નદી ઉત્સવ” ઉજવણીના ભાગરૂપે  નર્મદા જળ સંપત્તિ પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ દ્વારા ગઇકાલે સમાપન સમારોહમાં  માર્ગ અને મકાન, વાહન વ્યવહાર, નાગરિક ઉડ્ડયન, પ્રવાસન અને યાત્રાધામ વિભાગ અને નર્મદા જિલ્લાના પ્રભારી મંત્રી પૂર્ણેશભાઇ મોદી, જિલ્લા પંચાયતના પ્રમુખ પર્યુષાબેન વસાવા, ધારીખેડા સુગર ડેરી અને દુધધારા ડેરીના ચેરમેન ઘનશ્યામભાઈ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી પી. ડી.પલસાણા, સહિત અન્ય પદાધિકારીઓ- અધિકારીઓ, આંગણવાડીની બહેનો, ગ્રામજનોની ઉપસ્થિતિમાં નર્મદા મૈયાના સાન્નિધ્યમાં ગરૂડેશ્વર મહાદેવ મંદિર ખાતે નર્મદા આરતી તથા પુજાવિધિના કાર્યક્રમને દિપ પ્રાગટ્ય દ્વારા ખૂલ્લો મુક્યો હતો.

આ પ્રસંગે મંત્રી પૂર્ણેશભાઈ મોદીએ પ્રાસંગિક ઉદબોધન કરતાં જણાવ્યું હતું કે, આઝાદીના અમૃત મહોત્સવના ભાગરૂપે નદી ઉત્સવની ઉજવણી  ગુજરાતની  સાબરમતી, તાપી  અને નર્મદા નદીના તટે અનેકવિધ કાર્યક્રમો થકી નદીઓને ઉજાગર કરવાનું કામ સરકાર દ્વારા કરવામાં આવી રહ્યું છે ત્યારે આપણા સહુની પણ એટલી જ જવાબદારી છે કે નદીઓને સ્વચ્છ રાખીએ. તેનું જતન કરવા ઉપરાંત તેની જાળવણી કરવા જણાવ્યું હતું,નર્મદા નદીએ ગુજરાતની જીવાદોરી સમાન છે ત્યારે અનેક ગામડાઓ અને શહેરો નદી કિનારે વસતા હોવાથી પીવાનું શુદ્ધ પાણી આપવાની સાથે લોકોને સ્વરોજગારી પણ નદીઓએ આપી હોવાનું જણાવ્યું હતું. નદીના દર્શન કરવાથી ધન્યતાની અનુભુતિ થતી હોય છે.
ધારીખેડા સુગર ડેરી અને દુધધારા ડેરીના ચેરમેન ઘનશ્યામભાઈ પટેલે પ્રસંગોચિત પ્રવચન કર્યું હતું.
ગરૂડેશ્વર મહાદેવ મંદિર ઘાટ ખાતે ગરૂડેશ્વર દત સંસ્થાના પુજારીઓએ મંત્રી પૂર્ણેશભાઇ મોદી , જિલ્લા પંચાયતના પ્રમુખ પર્યુષાબેન વસાવા, ધારીખેડા સુગર ડેરી અને દુધધારા ડેરીના ચેરમેન ઘનશ્યામભાઈ પટેલે નર્મદા મૈયાની પુજાપાદ કર્યાબાદ સંધ્યા  મહા આરતી, દીપોત્સવ, રીવર મશાલમા સહભાગી બન્યા  હતા .પ્રારંભે કાર્યક્રમના સંચાલક દિનેશભાઈ નાયે તેમના સ્વાગત પ્રવચનમાં સૌને આવકારી કાર્યક્રમની રૂપરેખા આપી હતી. અંતમાં આભાર દર્શન કર્યું હતું.

(10:14 pm IST)