Gujarati News

Gujarati News

News of Friday, 31st December 2021

રાજપીપળામાં 31 ડિસેમ્બર માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો : 100 જેવો પોલીસ કાફલો તૈનાત રહેશે

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા સહિત નર્મદા જિલ્લામાં 31મી ડિસેમ્બર માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત મુકવામાં આવ્યો છે ત્યારે નવા વર્ષની ઉજવણીમાં કાયદાનો અમલ થાય તે માટે જિલ્લા પોલીસ વડા હિમકરસિંહ અને વાણી દુધતનાઓની સૂચના હેઠળ ટાઉન પીઆઇ એમ.બી.ચૌહાણ દ્વારા રાજપીપળા શહેરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવા માટે આયોજન કરાયું છે જેમાં ટાઉન પી.આઈ ચૌહાણ ના જણાવ્યા મુજબ પોલિસ અધિકારી-૦૨,પોલીસ જવાન-૩૫,જીઆરડી -૪૦ અને હોમગાર્ડ-૨૦ 31 ડિસેમ્બરે બંદોબસ્ત માં તૈનાત રહેશે.

(10:11 pm IST)