Gujarati News

Gujarati News

News of Friday, 31st December 2021

અરવલ્લી જીલ્લામાં ધો.10ની એકમ કસોટીનું પેપર લીકઃ હિંમતનગરના કાણીયોલ ગામના પિતા-પુત્રની ધરપકડઃ પરિક્ષા શરૂ થાય તે પહેલા 12 કલાકે સોશ્‍યલ મીડિયામાં ફરતુ થયુ

પેપર હાથમાં આવતા જ અમુક શાળાઓમાં તો વિદ્યાર્થીઓ ઘરેથી જ જવાબો લખીને ગયા હતા

અમદાવાદઃ ગુજરાતમાં એક પછી એક પરીક્ષાના પેપરો ફૂટી રહ્યાં છે. ત્યારે હવે અરવલ્લી જિલ્લામાં પણ ધોરણ 10ની એકમ કસોટીનું પેપર લીક થયું છે. અંગ્રેજી અને ગણિતની એકમ કસોટીનું 25 માર્કનું પેપર બુધવાર સાંજથી જ સોશિયલ મીડિયાના વિવિધ ગ્રુપમાં વાયરલ થયું છે.

પરીક્ષા શરૂ થવાના 12 કલાક પહેલાં જ પેપર લીક થયું હોવાનું સામે આવ્યું છે. પેપર હાથમાં આવતા જ અમુક શાળાઓમાં તો વિદ્યાર્થીઓ ઘરેથી જ જવાબો લખીને ગયા હોવાનો પણ ખુલાસો થયો છે. નોંધનીય છે કે, આ રીતે સતત લીક થતાં પેપરના કારણે તેજસ્વી વિદ્યાર્થીઓના ભાવિ સાથે ચેડાં થઇ રહ્યાં છે.

ઉલ્લેખનીય છે કે હેડ ક્લાર્ક પેપર લીક મામલે પોલીસે હિંમતનગરના કાણીયોલ ગામે પિતા-પુત્રની અટકાયત કરવામાં આવી હતી. પોલીસે પેપર લીક કાંડમાં 28થી વધારે આરોપીઓને અત્યાર સુધીમાં જેલ હવાલે કર્યા છે.

(5:18 pm IST)