Gujarati News

Gujarati News

News of Friday, 31st December 2021

સેવા દ્વારા મહિલા કારીગરોને ટૂલકીટ વિતરણ

(કેતન ખત્રી) અમદાવાદઃ સેવા કો ઓપરેટિવ ફેડરેશન દ્વારા મહિલા કારીગરો માટે  ટૂલકીટ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. કોવિડનાં અનુભવમાંથી મેળવેલ શીખને આધારે બહેનોને કાયમી રોજગાર આપવા મશીનરી અને કાચો માલ મેળવવાની અત્યંત જરૂરિયાતને પારખી અને શ્રમજીવી બહેનોને ફોન દ્વારા (ટેકનોલોજી)  ડિજિટલ સાક્ષરતા અંતર્ગત  ઓનલાઈન માસ્ક અને પીપીઇ કીટના ઉત્પાદનની તાલીમ આપવામાં આવી અને મંડળીએ લોકડાઉન દરમિયાન ૧૫૦ મહિલા કારીગરોને કાયમી રોજગારી આપી ૩ લાખથી વધુ માસ્કનું ઉત્પાદન કર્યું.  લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલય હેઠળના ખાદી અને ગ્રામ ઉદ્યોગ કમિશન (KVIC)એ પરંપરાગત ઉદ્યોગોના પુનર્જીવન માટે ની (SFURTI) યોજના સાથે સેવા કોઓપરેટિવ ફેડરેશનને જોડાણ કરી ૩૦૯ મહિલા કારીગરોને એક કલસ્ટરમાં સંગઠિત કરવા, કૌશલ્ય વર્ધનતાલીમો આપી બહેનોને લાંબા ગાળાની કાયમી રોજગારી  માટેનો ત્રણ વર્ષનો પ્રોજેકટમાં અમદાવાદ, કડી અને કલોલની ૮૦ મહિલા કારીગરોને સિલાઈ મશીન અને ટુલ કીટ્સ આપવામાં આવશે. 

આ કાર્યક્રમમાં વિકાસ કમિશનર હસ્તકલા, મદદનીશ નિયામક, મહેન્દ્રસિંહ મીણા KVIC સ્ટેટ ડાયરેકટર ડૉ.નિતેશ ધવન KVIC રાજ્ય સહાયક. ડિરેકટર, અજય રાજપાલ કન્સલ્ટન્ટ અને બોર્ડ ઓફ ડિરેકટર્સ, ગરવી ગુર્જરી, રિતેશ સિંઘ  અને આબોદાના હસ્તકલા મહિલા મંડળીના બોર્ડ ઓફ ડીરેકટર અને  સભ્યો હાજર રહ્યા હતા. 

(3:21 pm IST)