Gujarati News

Gujarati News

News of Friday, 31st December 2021

કોરોના-ઓમિક્રોનની અસર ન્યુ યરની પાર્ટીઓ પર પડી

ગોવાનું એરફેર ૨૦,૦૦૦ સુધી પહોંચ્યું: આબુ-ઉદેપુર તરફ ધસારો

અમદાવાદ, તા.૩૧: કોરોના અને ઓમિક્રોન બુલેટ ટ્રેનની ગતિ વધતા ૩૧ ડિસેમ્બરની પોર્ટીઓ પર અસર પડી છે. કલબો અને ફોર્મ હાઉસોમાં યોજાતી પાર્ટીઓ પર બ્રેક વાગી ગઇ છે. તો બીજી ગોવાના એરફેર ૨૦ હજાર પાર કરી ગયુ હોવા છતાં પાર્ટી કરવા જવા ઇચ્છુકો ગ્રુપમાં ગોવા પહોચી ગયા છે. ખાસ કરીને ૧૮ વર્ષથી નીચેના વયના બાળકોને હજુ વેકિસન અપાઇ નહિ હોવાથી બાળકો પરિવાર સાથે ફ્લાઇટમાં મુસાફરી કરી શકે એમ નથી.

કેટલાક ટ્રાવેલ એજન્ટોનું કહેવું છે કે, કોરોના અને ઓમિક્રોન ભય લોકોમાં છે. ૩૧ ડિસેમ્બર પછી કડક ગાઇડલાઇન જો જાહેર કરી દેવામાં આવે તો ટ્રાવેલિંગ કરવુ મુશ્કેલ બની જાય એમ છે. ગુજરાતની બોર્ડર ક્રોસ કર્યા પછી રાજસ્થાન બોર્ડર પર કારમાં બેઠેલા તમામ આરટીપીઆર રિપોર્ટ પણ ચેક કરી રહ્યા હોવાથી રસીના ડોઝ લીધા હશે તેઓને જ એન્ટ્રી મળશે.હોટલો અને રિસોર્ટમાં પણ વેકસીન વગર એન્ટ્રી મળતી નથી. આવા કડક નિયમો વચ્ચે ૩૧ ડિસેમ્બર ઘરમા જ મનાવવી પડે તેવી સ્થિતિ છે. માત્ર અમદાવાદમાં જ નહિ સમગ્ર રાજયમાં રાત્રી કરફ્યુ ૧૧ વાગ્યાનો હોવાથી લોકોના ટોળાને વિખેરવા પોલીસ કડક આદેશ પણ આપી દેવાયા છે. દર વર્ષે ૩૧ ડિસેમ્બરની પાર્ટીઓ હોટલો, કલબ અને ફાર્મહાઉસમાં યોજાતી હતી તેના એકાએક બ્રેક વાગી ગઇ છે. ગોવા, સિમલા, શ્રાીનગર જતા પેસેન્જરોની સંખ્યામાં આંશીક વધારો જોવા મળી રહ્યો છે. જો કે, આબુ અને ઉદેપુર જનારની સંખ્યા પણ વધારે છે. એરફેર મોંઘા હોવાથી લોકો નજીકના હિલ સ્ટેશને જવાનું પસંદ કરી રહ્યા છે.

(10:24 am IST)