Gujarati News

Gujarati News

News of Friday, 31st December 2021

કોરોના કેસ વધતા અમદાવાદમાં પોલીસ ટીમ રાત્રી કર્ફયુનું પાલન કરાવવા સતર્કઃ ૭ દિવસમાં માસ્ક વગરના ૨૩૧૭ વ્યકિતઓ પાસેથી ૨૩.૧૭ લાખનો દંડ વસુલ્યોઃ જાહેરનામા ભંગના કેસમાં ૪૯૨ સામે અટકાયતી પગલા

રાત્રી કર્ફયુ ભંગના ૩૮૧ કેસ કરીને ૩૭૬ વ્યકિતઓ સામે અટકાયતી કાર્યવાહી

અમદાવાદઃ ગુજરાતમાં ગઈકાલે કોરોનાના કેસો આસમાને પહોંચી ગયા છે. એક જ દિવસમાં 548 કેસ સામે આવતા તંત્ર ઉંધા માથે થયું છે. ત્યારે અમદાવાદમાં એક જ દિવસમાં 265 કેસ નોંધાયા છે. જો કે, આગામી સમયમાં ન્યુ યરને લઈ પોલીસ પણ સતર્ક થઈ ગઈ છે. કોરોનાને કાબૂમાં લાવવા માટે સરકારમાં બેઠકનો દોર શરુ થઈ ગયો છે.

અમદાવાદમાં પોલીસ દ્વારા રાત્રિ કફર્યૂનું પાલન કરાવવા માટે સતર્ક થઈ છે. પોલીસ કોવિડ સોશિયલ ગાઈડ લાઈનનું પાલન થાય તેવો આગ્રહ રાખી રહી છે. જેથી માસ્ક વગર અમદાવાદમાં ફરતા 2317 વ્યક્તિઓ પાસેથી 23 થી 29 ડિસેમ્બર સુધીમાં 23.71 લાખ રૂપિયા દંડ વસુલાયો છે. છેલ્લા 5 દિવસમાં જાહેરનામામાં ભંગના 485 કેસો કરી 492 વ્યક્તિઓ સામે અટકાયતી કાર્યવાહી પોલીસે કરી છે. રાત્રી કર્ફ્યૂ ભંગના 381 કેસો કરી 376 વ્યક્તિઓ સામે પોલીસે અટકાયત કરી કાર્યવાહી કરી છે.

અમદાવાદ પોલીસે છેલ્લા 5 દિવસમાં 2,317 જેટલા લોકો માસ્ક વિના પકડાયા હતા. જેમની પાસેથી 23.71 લાખ રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવ્યો છે. અમદાવાદના પૂર્વ વિસ્તારના લોકો માસ્ક પહેરવાને ગંભીરતાથી લઈ રહ્યાં નથી. માસ્ક વિના ફરતા લોકોને ઝડપી પાડવા માટે ઉચ્ચ પોલીસ અધિકારીઓને કડક આદેશ છે.

(5:12 pm IST)