Gujarati News

Gujarati News

News of Friday, 31st December 2021

દમણ પ્રશાસન દ્વારા કોરોના મહામારીને ધ્યાને રાખી રાત્રીના 11 વાગ્યા બાદ કર્ફ્યૂ જાહેર કરવામાં આવ્યો: હોટેલ સંચાલકોએ કોવિડ ગાઈડલાઈનને પગલે પ્રવાસીઓનું બુકિંગ લેવાનું માંડી વાળી સીમિત આયોજન સાથે જ ઉજવણી કરવી પડશે તેવી જાહેરાત કરી

દર વર્ષે વર્ષના અંતિમ દિવસને વિદાય આપવા અને નવા વર્ષને આવકારવા પ્રવાસન સ્થળ દમણની હોટેલોમાં પ્રવાસીઓનું ઘોડાપુર ઉમટી પડે છે

અમદાવાદઃ ગુજરાતમાં ગઈકાલે કોરોનાના કેસમાં અધધ વધારો જોવા મળતા તંત્ર હરકતમાં આવી ગયું છે. સરકાર દ્વારા લોકોને સાવચેતી રાખવા માટેની અપીલ કરવામાં આવી રહી છે. આ સાથે રાત્રિ કફર્યૂનું પાલન કરાવવા માટે પોલીસ સક્રિય થઈ છે. ત્યારે ન્યુ યરને ધ્યાનમાં રાખી દિવ પ્રશાસને રાત્રિ કફર્યૂની જાહેરાત કરી છે. દિવમાં પણ રાત્રે 11 વાગ્યે કફર્યૂ લાગાડી દેવામાં આવશે. હોટેલ સંચાલકોએ કોવિડ ગાઈડલાઈનને પગલે પ્રવાસીઓનું બુકિંગ લેવાનું માંડી વાળી સીમિત આયોજન સાથે જ ઉજવણી કરવી પડશે તેવી જાહેરાત

કરી છે.
દિવમાં ન્યુ યરની ઉજવણી કરવા માટે લોકોમાં અનેરો ઉત્સાહ હોય છે. ત્યારે કોરોના વાયરસના કેસો વધતા આ વખતે ન્યુ યરની ઉજવણી ફિક્કી પડશે. દર વર્ષે વર્ષના અંતિમ દિવસને વિદાય આપવા અને નવા વર્ષને આવકારવા પ્રવાસન સ્થળ દમણની હોટેલોમાં પ્રવાસીઓનું ઘોડાપુર ઉમટી પડે છે.
દમણમાં રાત્રીના 11 વાગ્યાથી નાઈટ કરફ્યુ અમલમાં છે. દમણમાં આ વખતે ન્યુ યર પાર્ટીના તમામ આયોજનો પર બ્રેક લાગી છે. તેનું કારણ છે, દમણ પ્રશાસન દ્વારા કોરોના મહામારીને ધ્યાને રાખી રાત્રીના 11 વાગ્યા બાદ કર્ફ્યૂ જાહેર કરવામાં આવ્યો છે. એટલે હોટેલોમાં પણ 12 વાગ્યા સુધી થતી DJ પાર્ટી અને લિકર, વેજ નોનવેજ વાનગીઓનું આયોજન કરવાનું હોટેલ સંચાલકોએ ટાળ્યું છે.
હોટેલ સંચાલકોનું કહેવું છે કે, પ્રસાશનની ગાઈડલાઈન મુજબ 12 વાગ્યે પાર્ટી કરવી શક્ય નથી આ સાથે વધુ પ્રવાસી એકઠા કરવા પણ શક્ય નથી. એટલે આ વર્ષે 11 વાગ્યા સુધી જ હોટેલમાં આવેલા પ્રવાસીઓ માટે લાઈટ, મ્યુઝિક અને ખાણી-પીણીની વ્યવસ્થા કરી છે. પ્રવાસીઓ અહીં ફરવાની સાથે છપ્પન ભોગનો સ્વાદ લે છે. દમણમાં વર્ષના અંતિમ સપ્તાહમાં આવતા પ્રવાસીઓ દેવકા બીચ પર અને મોટી દમણ લાઈટ હાઉસ, જામપોર બીચ પર દરિયા કિનારે ફરી યાદગાર ક્ષણ બનાવે છે આ સાથે અહીંની પોર્ટુગીઝ ધરોહરને નજરો નજર જુવે છે અને જે તે હોટેલમાં રોકાણ કરી શરાબ, સી-ફૂડ વાનગીઓનો રસ લે છે.

(5:58 pm IST)