Gujarati News

Gujarati News

News of Friday, 31st December 2021

પ્રાથમિક શિક્ષકોના બદલી નિયમો વોટ્સએપ પર વાયરલ કરનાર સામે પોલીસ ફરિયાદ નોંધાવી.

વોટ્સએપ પર વાયરલ કરી શિક્ષકોને ગેરમાર્ગે દોરવા પ્રયત્ન કરેલ

અમદાવાદ : ગઈકાલે તા.29/12/2021 ના રોજ કેટલાક વ્યક્તિઓ દ્વારા પ્રાથમિક શિક્ષકોની બદલી અંગેના નિયમો વોટ્સએપ પર વાયરલ કરી શિક્ષકોને ગેરમાર્ગે દોરવા પ્રયત્ન કરેલ છે. શિક્ષણ વિભાગ દ્વારા આવા લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાવવાનુ નક્કી કરતાં પી. એ. પટેલ, મદદનીશ નિયામકને અધિકૃત કરતાં તેઓ દ્વારા તા.30/12/2021 ના રોજ સેકટર 7 ના પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ દાખલ કરી આ વ્યક્તિઓ સામે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવાનું જણાવેલ છે.

(6:44 pm IST)