Gujarati News

Gujarati News

News of Friday, 31st December 2021

અમદાવાદમાં વધુ 10 વિસ્તાર માઇક્રો કન્ટેઈન્મેન્ટ ઝોનમાં મુકાયા:કુલ સંખ્યા 21એ પહોંચી:સૌથી વધુ પશ્ચિમ ઝોનમાં

164 મકાનોના 605 લોકો માઇક્રો કન્ટેઈન્મેન્ટ મુકાયા: રાજ્યમાં નોંધાયેલા કેસમાંથી અડધો અડધ કેસ માત્ર અમદાવાદ શહેરમાં નોંધાયા

અમદાવાદ :  રાજ્યમાં કોરોના કેસમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. ત્યારે અમદાવાદમાં જાણે કોરોનાની ત્સુનામી જેવી પરિસ્થિતિ છે. રાજ્યમાં નોંધાયેલા કેસ માંથી અડધો અડધ કેસ માત્ર અમદાવાદ શહેરમાંથી સામે આવી રહ્યા છે. ત્યારે અમદાવાદ મનપા દ્વારા કોરોના પોઝિટિવ આવેલા વ્યક્તિના સમૂહની આસપાસનો વિસ્તાર  કન્ટેઈન્મેન્ટ ઝોન જાહેર કરવામાં આવે છે. ત્યારે અમદાવાદમાં હાલમાં માઇક્રો કન્ટેઈન્મેન્ટ ઝોનમાં સતત વધારો કરવામાં આવી રહ્યો છે.

એએમસી દ્વારા આજ રોજ શહેરના વધુ 10 વિસ્તારને  માઇક્રો કન્ટેઈન્મેન્ટ ઝોન તરીકે જાહેર કરવામાં આવ્યા છે. જેમાં સૌથી વધુ  પશ્ચિમ ઝોનમાં માઈક્રો કન્ટેનમેન્ટ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં 164 મકાનોના 605 લોકો માઇક્રો કન્ટેમેન્ટમાં સમાવેશ કરવામાં આવ્યો છે. અમદાવાદમાં કુલ 21 વિસ્તાર માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે.

(8:52 pm IST)