Gujarati News

Gujarati News

News of Thursday, 31st December 2020

નર્મદામાં ઇકો સેન્સિટિવ ઝોન રદ કરવાની માંગ સાથે નંદોદ ધારાસભ્ય એ ખેડૂતો સાથે નર્મદા કલેકટરને આવેદન આપ્યું

આદિવાસીઓ,ખેડૂતોને અંગ્રેજો સામે સરદાર પટેલે ન્યાય અપાવ્યો આજે જળ જંગલ જમીન ઝુટવતા તેમની પ્રતિમા જોઈ રહી છે

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લામાં 121 ગામોને ઇકો સેન્સિટીવ ઝોનમાં સમાવ્યા બાદ સમગ્ર નર્મદા જિલ્લામાં આદિવાસીઓમાં રોષ ફાટી નીકળ્યો છે તમામ લોકો ઇકો સેન્સિટીવ મુદ્દો રદ્ થાય તેવી માંગ કરી રહ્યા છે ત્યારે ખૂદ ભાજપના જ સાંસદ મનસુખભાઇ વસાવાએ પણ આ બાબતે વડાપ્રધાનને પત્ર લખવાની ફરજ પડી હતી અને તેઓએ પણ આ બાબતે આદિવાસીઓમાં ભય અને નારાજગી હોવાની વાત કરી છે

 ઉપરાંત આજે નાંદોદના ધારાસભ્ય પી.ડી. વસાવાએ ઇકો સેન્સિટિવ ઝોન માં અસર પામતા ખેડૂતોને સાથે નર્મદા જિલ્લા કલેકટરને એક આવેદનપત્ર આપ્યું છે જેમાં હરેન્દ્રભાઈ વાળંદ, દિનેશભાઇ તડવી( મહાકાળી) સહિતના કોંગી આગેવાનો અને કાર્યકરો હાજર રહી ઈકો સેન્સીટીવ ઝોન કાયદો રદ થાય તેવી માંગ કરી છે.
  આવેદનમાં જણાવ્યું છે કે નર્મદા જિલ્લાના 121 ગામોને ઈકો સેન્સિટિવ ઝોન માં સમાવી સરકાર પર્યાવરણ જાણવણીની વાત કરે છે પરંતુ આદિવાસીઓને કાયદાકીય રીતે મળેલ સત્તા જેવી કે પાંચમી અનુસૂચિ, વન અધિકાર માન્યતા 2006 વન અધિકાર માન્યતા 2008 મુજબ અમારા વિસ્તારના જળ જંગલ જમીન જૈવ વિવિધતા ની જાણવણી કરવા સામુદાયિક અધિકારો અહીંની પ્રજાને પ્રાપ્ત થયેલ છે આદિવાસીઓની આગવી ઓળખ કાયમી રાખવા ની ફરજ સરકાર ની છે ઉપરાંત પશુધન ના રક્ષણ માટે ગામ તથા જંગલ ગૌચર ભૂમિને ઘાસચારો ઉગાડવા ની યોજનાઓ લોકભાગીદારીથી બનાવવા પણ તેઓ વિનંતી કરી છે તો આ રીતે સરકાર પર્યાવરણની જાળવણી સારી રીતે કરી શકે છે.
 ઉપરાંત સરદાર સરોવર નર્મદા બંધ યોજનામાં આદિવાસી ઓની જમીનો બાબતે જણાવ્યું છે કે સરકારે આદિવાસી ઓની જમીન મામુલી વળતર આપી આંચકીલીધી છે , ડેમની કામગીરી પુરી થયા બાદ આદિવાસીઓને જમીન પાછી આપી હોત તો સરદાર વલ્લભભાઈ પટેલના આત્માને શાંતિ મળત,ઉપરાંત આદિવાસીઓ,ખેડૂતોને અંગ્રેજો સામે સરદાર પટેલે ન્યાય અપાવ્યો આજે જળ જંગલ જમીન ઝુટવતા તેમની પ્રતિમા જોઈ રહી છે.
નર્મદા જિલ્લામાં કુલ ૧.૫૦ લાખ એકર જમીન ઇકો સેન્સિટિવ ઝોન માં આવે છે તો સરકાર અડીઆસીઓ ની આટલી વિશાલ જળ જંગલ જમીન પરનો અધિકાર પર્યટન યોજનાઓ માટે લેવા શામાટે ઉતાવળી બની છે ? જેવા સવાલો અવેદનમાં કરાયા છે,સરકાર આદિવાસીઓ સાથે અન્યાય કરનાર ઈકો સેન્સીટીવ ઝોન ને અનુલક્ષીને થઈ રહેલી કાર્યવાહીને અટકાવે અને જે ગામો ના નમુના નંબર ૦૬ માં ફેરફારની કાચી નોંધ પાડી છે તેને તાત્કાલિક ધોરણે રદ કરે તેવી માંગ કરાઈ છે.

(11:11 pm IST)