Gujarati News

Gujarati News

News of Tuesday, 31st December 2019

SGVP ઇન્ટરનેશનલ સ્કુલ ખાતે ૧૩૫૦ સ્ક્વેર ફુટના LED સ્ક્રીન પર ખાસ તૈયાર કરેલા ગ્રાફિક્સ આગળ એક સાથે ૧૨૦૦ વિદ્યાર્થીઓએ રજુ કર્યો મેગા ઇવેન્ટ શો: 8000 ઉપરાંત વાલીઓ અને મહેમાનોએ કાર્યક્રમ નીહાળ્યો.

અમદાવાદ તા.1 SGVP ઇન્ટરનેશનલ સ્કુલના વાર્ષિક દિન નિમિત્તે  નૂતન વર્ષની પૂર્વ સંધ્યાએ શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામી, પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામી, જયદેવભાઇ સોનાગરા, રવિભાઇ  ત્રિવેદી, રવજીભાઇ હિરાણી, વેલજીભાઇ પટેલની ઉપસ્થિતિમાં SGVP ઇન્ટરનેશનલ સ્કુલના કે.જી.થી ધો.૧૨ સુધીના ૧૨૦૦ વિદ્યાર્થીઓએ ૧૩૫૦ સ્ક્વેર ફુટના LED સ્ક્રીન પર ખાસ તૈયાર કરેલા ગ્રાફિક્સ આગળ રંગારંગ કાર્યક્રમ રજુ ક્રર્યો ત્યારે ઉપસ્થિત ૮૦૦૦ ઉપરાંત વાલીઓ અને મહેમાનોએ બાળકોને તાળીઓના ગડગડાટ સાથે વધાવ્યા હતા.

પૂ. માધવપ્રિયદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે, આવો ભવ્ય અને ઐતિહાસિક વાર્ષિક ઉત્સવ ઉજવાશે તે મારી કલ્પનાની બહાર છે. આ કાર્યક્રમો દ્વારા વિદ્યાર્થીઓની શક્તિઓ ખીલતી હોય છે. મેઘધનુષ્યની જેમ વિદ્યાર્થીઓમાં સહજ શકિત પડેલી હોય છે. આપણે તો તે શક્તિ બહાર પ્રગટ કરવાની  હોય છે. કે નિવાસમાં તો આપણે રંગ પૂરીએ છીએ. જ્યારે રેઇનબો (મેઘધનુષ્ય)માં તો કુદરતી રંગો હોય છે.

કાર્યક્રમ તૈયાર કરનારા તમામ સો એ સો શિક્ષકોને અભિનંદન

આ પ્રસંગે ગુરુનાનકદેવની 550મી જન્મજયંતી વર્ષ ઉપક્રમે ખાસ અમદાવાદ ગુરુદ્વારથી શીખ સંપ્રદાયના વડા ગ્રન્થજી સાહેબ તથા ૨૦૦ જેટલા શીખ બંધુઓ ઉપસ્થિત રહ્યા હતા. વિદ્યાર્થીઓએ  શીખ ધર્મ ગુરુઓના જીવન કવનને સ્ટેજ ઉપર જીવંત કર્યુ હતું. શીખ બંધુઓએ ભાંગડા નૃત્યમાં તરવારની પટ્ટાબાજી ખેલી સૌ કોઇના દિલ જીતી લીધા હતા.

(1:22 pm IST)