Gujarati News

Gujarati News

News of Friday, 22nd February 2019

કઠલાલ તાલુકામાં ડમ્પર-બાઈક વચ્ચે સર્જાયેલ ગમખ્વાર અકસ્માતમાં 3 મોતને ભેટ્યા: એકને ગંભીર ઇજા

કઠલાલ: તાલુકાના અપ્રુજી-કપડવંજ રોડ પર આવેલ સુરાવત ગામે રામમઢી નજીકથી પસાર થતા માર્ગ પર આજરોજ બપોરના સમયે એક ડમ્પર નં. જીજે ૦૭ વીડબલ્યુ ૩૨૬૫નો એક મોટરસાયકલ નં. જીજે ૦૭ સીપી ૪૫૮૧ સાથે અકસ્માત સર્જાયો હતો. 

આ ગમખ્વાર અકસ્માતમાં મોટર સાયકલ પર સવાર કિરણકુમાર વખતસિંહ સોલંકી, અલ્પેશભાઈ બાબરભાઈ સોલંકી અને ચેહરભાઈ પરબતભાઈ રાઠોડના ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતાં. જ્યારે અન્ય એક ઈસમ નિકુલકુમાર જવાનસિંહ પરમારને ઈજાઓ થવા પામી હતી. અકસ્માતની ઘટના બાદ ડમ્પર ચાલક તેમનું ડમ્પર ઘટના સ્થળે મૂકી ફરાર થઈ ગયો હતો. આ બનાવ અંગે વખતસિંહ હોથાજી સોલંકીની ફરિયાદને આધારે કઠલાલ પોલીસે ડમ્ફર ચાલક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 

 

 

 

(5:59 pm IST)