Gujarati News

Gujarati News

News of Friday, 22nd February 2019

ખેડાના ઉડીવાટમાં પરિણીતાના પતિ પર પૂર્વ પ્રેમીએ ચપ્પુથી જીવલેણ હુમલો કર્યો: 5 વર્ષની સજાની સુનવણી

ખેડા: શહેરના ઉડીવાટમાં રહેતી એક પરિણીતાના પતિ પર પૂર્વ પ્રેમીએ ચપ્પુથી હુમલો કરતા છોડાવવા વચ્ચે પડેલ પરિણીતા પર પણ ચપ્પાથી હુમલો કરનાર રઢુના ઈસમને નડિયાદ કોર્ટે કસુરવાર ઠેરવી પાંચ વર્ષની સખ્ત કેદની સજા અને ૮ હજારનો દંડ ફ્ટકારતી સજાનો હુકમ કર્યો હતો. 

મળતી માહિતી મુજબ ખેડાના ઉડીવાટમાં રહેતા દિનેશભાઈ પટેલના લગ્ન પથાવતમાં રહેતી સોનલબેન નામની યુવતી સાથે થયા હતા. લગ્નફળ રૂપે એક પુત્રી અને એક પુત્રનો જન્મ થયો હતો. સન-૨૦૧૧માં પતિ-પત્ની વચ્ચે કોઈ અણબનાવ બનતા સોનલ તેના પિયર ચાલી ગઈ હતી. બીજી બાજુ ખેડા તાલુકાના રઢુમાં રહેતા ઘનશ્યામભાઈ રામાભાઈ બેલદાર કે જે ટેમ્પો ફેરવી ગુજરાન ચલાવે છે તેની સાથે સોનલબેનની આંખો મળી ગઈ હતી અને બન્ને પ્રેમમાં પડ્યા હતા. સન-૨૦૧૨થી સન-૨૦૧૫ સુધી સોનલ રઢુ ખાતે ઘનશ્યામભાઈના ઘરે રહેવા ચાલી ગઈ હતી. અને આટલા દિવસ રહ્યા બાદ ઘનશ્યામ સાથે કોઈ વાતે ઝઘડો થતા ત્યાંથી પરત તેના પતિ દિનેશ પટેલના ઘરે આવી ગઈ હતી. ચાર-પાંચ વર્ષ સુધી પ્રેમી સાથે રખાત તરીકે રહેલી સોનલબેનને પતિએ સ્વીકારી લીધી હતી. અને બાળકો સાથે સુખેથી રહેતી હતી. પરંતુ ઘનશ્યામ તેનો પીછો છોડતો ન હતો. અવાર-નવાર ખેડાના ઉડીવાટમાં આવી જતો અને સોનલને લઈ જવા દબાણ કરતો જેથી બંન્ને વચ્ચે ઝઘડા ચાલતા હતા. 

 

 

 

 

(5:54 pm IST)