Gujarati News

Gujarati News

News of Friday, 22nd February 2019

અરવલ્લીના બાયડમાં એક લાખથી વધુ ખેડૂતોને મળશે સહાય: થયું રજીસ્ટ્રેશન

બાયડ:કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિની સહાય મેળવવા અરવલ્લી જિલ્લામાં ૨૦ ફેબુ્રઆરી સુધીમાં અંદાજે ૧૦૯૯૨૭ ખેડૂતોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. જેમાં સૌથી વધુ બાયડ તાલુકામાં ૨૪૭૩૦ ખેડૂતોએ નોંધણી કરવી છે. આથી કહી શકાય કે અરવલ્લીમાં ખેડૂતોના ૨૦૦૦ના પ્રથમ હપ્તા માટે સરકાર ૨૧ કરોડ રૃપિયા સીધા બેંક ખાતામાં જમા કરાવી દેશે.

કેન્દ્ર સરકાર દ્વારા દેશના ખેડૂતોને ખેતીમાં આર્થિક રીતે મદદરૃપ થવા માટે પ્રધાનમંત્રી કિસાન સન્મન નિધી યોજના શરૃ કરાઈ છે. જેનો લાભ ૨ હેકટર સુધી જમીન ધરાવતા ખેડૂતો લઇ શકે છે. ખેડૂતોને વર્ષ દરમિયાન ત્રણ ભાગમાં ૨૦૦૦ લેખે ૬૦૦૦ રૃપિયા સીધા બેંક ખાતામાં જમા થશે. કિસાન સન્માન નિધિ યોજનાના પ્રથમ હપ્તા માટે અરવલ્લી જિલ્લામાં ૧૧ ફેબુ્રઆરીથી ૧૭ ફેબુ્રઆરી સુધી રજિસ્ટ્રેશન શરૃ કરવામાં આવ્યું હતું.

 

 

 

 

 

(5:51 pm IST)