Gujarati News

Gujarati News

News of Friday, 22nd February 2019

આણંદ: કલેકટર કચેરીના ક્લાર્કે અગમ્ય કારણોસર પંચાયત કચેરીની અગાશીએથી મોતની છલાંગ લગાવી

આણંદ: શહેરની કલેક્ટર કચેરીમાં ક્લાર્ક તરીકે ફરજ બજાવતાં આધેડ વયના કર્મચારીએ આણંદની જુની જીલ્લા પંચાયત કચેરીના ધાબા ઉપરથી છલાંગ લગાવી જીવન ટુંકાવી લેતાં ભારે ચકચાર મચી જવા પામી હતી.

આ ઘટના અંગેની પ્રાપ્ત માહીતી અનુસાર આણંદ ખાતે જીલ્લા કલેક્ટર કચેરીમાં આવેલ ડીઝાસ્ટર વિભાગમાં ગજેન્દ્ર જગદિશચંદ્ર ઠાકર ફરજ બજાવી રહ્યાં હતાં તેમણે ડિઝાસ્ટર વિભાગમાં તા.૨૪-૨-૧૯ થી તા.૩૧-૩-૧૯ સુધીની હક્ક રજા માટે અરજી કરવામાં આવી હતી. તથા અરજીમાં બિમારીને કારણે ચાલી ન શકાતું હોવાની રજુઆત કરવામાં આવી હતી. 

 

 

 

(5:49 pm IST)