Gujarati News

Gujarati News

News of Friday, 22nd February 2019

સુરતમાં સોશિયલ મીડિયા પર યુવતી સાથે મિત્રતા કરી લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચરતા ફરિયાદ

સુરત:મહારાષ્ટ્રના નંદરબારની યુવતી સાથે સુરતના મુસ્લિમ યુવાને રાહુલ બનીને સોશીયલ મીડીયા પર ચેટ કર્યા બાદ લગ્નની લાલચ આપીને કારમાં શારીરીક સંબંધ બાંધ્યા બાદ તેના બે મિત્રોએ પણ આ સંબંધ બાંધ્યા બાદ વિડીયો કલીપ ઉતારી બ્લેકમેઇલ કર્યાની ફરિયાદ નોંધાઇ છે.

પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ મહારાષ્ટ્રના નંદરબારમાં રહેતી યુવતી રાધા (નામ બદલ્યુ છે) સુરતમાં લગ્ન પ્રસંગે આવતા તેની લિંબાયતમાં રહેતા વસીમ કરીમ શેખ સાથે મિત્રતા થઇ હતી.આ મિત્રતા ત્યારબાદ સોશીયલ મીડીયામાં આગળ વધી હતી. વીડીયો કોલીગ , ચેંટીગ થતુ હતુ. વસીમ મુસ્લિમ હોવા છતા તેણે રાહુલ નામ જણાવીને મિત્રતા કેળવી હતી. 

 

 

 

 

(5:48 pm IST)