Gujarati News

Gujarati News

News of Friday, 22nd February 2019

વડોદરાના ગાજરવાડીના નામચીન બુટલેગર લાલજી રબારીની ધરપકડ: બે દિવસના રિમાન્ડ મંજુર થયા

વડોદરા: શહેરના ગાજરાવાડી વિસ્તારના નામચીન બુટલેગર લાલજી રબારી વિરૃધ્ધ પ્રોહિબીશનનો ગુનો નોંધાયા પછી તે નાસતો ફરતો હતો. વાડી પોલીસે આરોપીની ધરપકડ કરી કોર્ટમાંથી બે દિવસના રિમાન્ડ મેળવ્યા છે. 

આ અંગેની વિગત એવી છે કે, ડીસીબી પોલીસે ગત ૮-૨-૨૦૧૯ના રોજ મળેલી બાતમીના આધારે ગાજરાવાડીના નામચીન બુટલેગર લાલજી રબારીનો દારૃનો  જથ્થો ઝડપી પાડયો હતો. પોલીસે દારૃની ૪૮ બોટલો કિંમત રૃપિયા ૧૯,૨૦૦ની કબજે લીધી હતી. જે તે સમયે પોલીસે આરોપી જગદીશ ઉર્ફે જીગો હરગોવિંદ ઠાકોર (રહે. ગાજરાવાડી ઇદગાહ મેદાન પાસે)ની ધરપકડ કરી હતી. ગત મધરાત્રે પોણા ત્રણ વાગ્યે પોલીસે બુટલેગર લાલજી રબારીને ઝડપી પાડયો હતો. પોલીસે આરોપીને કોર્ટમાં રજુ કરીને રિમાન્ડ માંગતા જણાવ્યુ હતું કે, દારૃ ક્યાંથી અને કોની પાસેથી લાવ્યો હતો ? તે અંગેની તપાસ કરવાની છે. આરોપી અગાઉ જુગાર, મારામારી અને પ્રોહિબીશનના અલગ-અલગ ૪૨ ગુનાઓમાં પકડાયો છે. આરોપીએ દારૃનો અન્ય જથ્થો છુપાવ્યો છે કે કેમ?  તેની તપાસ કરવાની છે.  આરોપી પોલીસ સામે ખોટા આક્ષેપો કરવાની ટેવવાળો છે. યુવાન છોકરાઓને મોટી આર્થિક લાલચો આપીને આવી સમાજ વિરૃધ્ધની પ્રવૃતિ આરોપી કરતો હોય તેની વિગતો બહાર લાવવી જરૃરી છે. 

 

 

 

(5:45 pm IST)