Gujarati News

Gujarati News

News of Friday, 22nd February 2019

ગૃહ નિર્માણ બોર્ડના જર્જરિત મકાનો તોડી સરકાર લાભાર્થીને નવા બનાવી આપશે

૭૫ ટકા માલિકો અથવા ભોગવટેદારની મંજુરી જરૂરીઃ વિધાનસભામાં વિધેયક

ગાંધીનગર તા.રરઃ ગુજરાત ગૃહ નિર્માણ બોર્ડના જર્જરિત મકાનો તોડી તેના સ્થાને ઓછામાં ઓછા ૭૫ ટકા માલિકો કે ભોગવટેદારોની સહમતીથી સરકાર નવા મકાનો (સંભવત ફલેટ) બનાવી આપશે તે માટેનો ખરડો આજે નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિન પટેલે ગૃહમાં રજુ કર્યો છે. તેની બોલીઓ અને શરતો નક્કી કરવાની સરકારને સતા મળશે.

શ્રી નીતિન પટેલે ગૃહમાં જણાવેલ કે સદરહું અધિનિયમની જોગવાઇઓનો અમલ કરતી વખતે, એ બાબત ધ્યાને આવી છે કે સદરહંુ અધિનિયમ હેઠળ અમુક મકાનોના પુનઃવિકાસની આવશ્યકતા હોવા છતાં, આવા મકાનોના માલિકો અથવા તેનો ભોગવટો કરનારા (ભોગવટેદારો) તમામ સભ્યોની સર્વસંમતિના અભાવે આવો પુનઃવિકાસ કરવો શકય નથી. એ બાબતની પણ નોંધ લેવાઇ છે કે આવા મકાનોનો સમયસર પુનઃવિકાસ કરવામાં ન આવે, તો તેમાંના નિવાસીઓનું જીવન જોખમમાં મુકાય તેવી સંભાવના છે. આવી સમસ્યા અને મુશ્કેલીઓનું નિવારણ લાવવાના હેતુથી, સદરહું અધિનિયમ યોગ્ય રીતે સુધારવાનું જરૂરી જણાયંુ છે. ઉપર્યુકત બાબતને લક્ષમાં લેતા, આવા મકાનોના માલિકો અથવા તેનો ભોગવટો કરનારામાંથી ૭૫ ટકાથી ઓછા નહિ તેટલા માલિકો અથવા તેનો ભોગવટો કરનારાની સંમતિ મેળવ્યા પછી, જર્જરિત મકાનોના પુનઃવિકાસ માટેનો જોગવાઇ કરવાના હેતુથી અધિનિયમ સુધારવા ધાર્યું છે.(૧.૧૦)

(12:18 pm IST)