Gujarati News

Gujarati News

News of Friday, 22nd February 2019

સસ્તા અનાજના દુકાનદારોની હડતાલ બીજા દિવસે પણ યથાવત : ગાંધીનગરમાં ધરણા - દેખાવો

જો માંગણી નહી સ્વીકારાય તો ૧લીથી બેમુદતી હડતાલ : હજારો કાર્ડ હોલ્ડરો પુરવઠા વિહોણાઃ સૌરાષ્ટ્રના દુકાનદારો પરત ફર્યા : આજે ઉત્તર ગુજરાતના દુકાનદારો ધરણા કરશે

રાજકોટ તા. ૨૨ : આજે સતત બીજા દિવસે પણ પુરવઠાના રાજ્યભરના સસ્તા અનાજના દુકાનદારોની હડતાલ ચાલુ રહી છે, ગાંધીનગરમાં બીજા દિવસે પણ દુકાનદારોએ ધરણા - દેખાવો - ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા.

દુકાનદાર એસો.ના સૂત્રોએ ઉમેર્યું હતું કે, ગઇકાલે પુરવઠા મંત્રીશ્રી જયેશભાઇ રાદડિયા આવવાના હતા, પણ આવ્યા નથી, જો અમારી કમીશન વધારો સહિતની માંગણી નહી સ્વીકારાય તો ૧લીથી બેમુદતી હડતાલ પર ઉતરી જવાશે.

બે દિ'ની હડતાલને કારણે રાજકોટ સહિત સૌરાષ્ટ્ર - કચ્છ - ગુજરાતના હજારો - લાખો કાર્ડ હોલ્ડરો પુરવઠા વિહોણા રહ્યા છે, ગરીબ કાર્ડ હોલ્ડરોને ઘઉં, ચોખા, કેરોસીન મળી શકયા ન હતા.

દરમિયાન રાજકોટ - સૌરાષ્ટ્રથી ગયેલા સેંકડો દુકાનદારો પરત ફર્યા છે, કોર કમિટિ રોકાઇ છે, આજે ઉત્તર ગુજરાતના દુકાનદારો ધરણા કરશે, સરકારને આવેદન આપી રજૂઆતો કરશે.(૨૧.૧૫)

(12:17 pm IST)