Gujarati News

Gujarati News

News of Friday, 22nd February 2019

ભારતનો હજ્જ યાત્રા કવોટામાં ૨૫૦૦૦નો વધારો

હવેથી દર વર્ષે બે લાખ લોકો હજ્જ પઢી શકશે

રાજકોટ, તા.૨૧: ભારતની મુલાકાતે આવેલ સાઉદી અરબના ક્રાઉન પ્રિન્સ સલમાને શુભેચ્છાના પ્રતીક તરીકે ભારતના હજ કવોટામાં પચીસ હજારનો વધારો કર્યો છે. જેથી ચાલુ સાલે બે લાખ હાજીઓ હજ માટે જઈ શકશે.ભારતના ઇતિહાસમાં આ સૌથી મોટો આંકડો છે.આ માટે ખુશી વ્યકત કરતા ગુજરાત રાજય હજ કમિટીના પૂર્વ ચેરમેન પ્રિ.મોહમ્મદઅલી કાદરીએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને હજ મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીને અભિનંદન પાઠવ્યા છે.

વધુમાં પ્રિ.કાદરીએ માંગણી કરી છે કે સાઉદી સરકારે વધારેલ હજ કવોટામાંથી મોટો હિસ્સો ગુજરાતના હાજીઓને ફાળવવામાં આવે કારણકે ગુજરાતમાંથી સૌથી વધારે હજના અરજદારો પોતાના વેઇટિંગ નંબરની રાહ જોઈ રહ્યા છે.  સાઉદીએ વધારેલ હજ કવોટામાંથી પ્રાઇવેટ ટૂર્સ ઓપરેટરોને બાકાત રાખીને પુરે પૂરો કવોટા હજ કમિટીને ફાળવવો જોઈએ જેથી ઓછા પૈસે વધારે લોકો હજ યાત્રા કરી શકે.(૨૩.૬)

 

(11:53 am IST)