Gujarati News

Gujarati News

News of Sunday, 18th November 2018

અમરાઇવાડી વિસ્તારમાં રબારી કોલોની ખાતે ગાળ કેમ બોલ્યો, કહી ગળુ દબાવી મિત્રની હત્યા કરનારો શખ્સ ઝડપાયો

અમરાઇવાડી :  અમરાઇવાડી વિસ્તારમાં રબારી કોલોની ખાતે એક મકાનમાં રહેતા મહેશભાઇ દંતાણીની અજાણી વ્યક્તિએ ગઇકાલે ગળુ દબાવીને તેમના ઘરમાં હત્યા કરી હતી. આ બનાવ અંગે ઝોન-૫ સ્ક્વોર્ડના પીએસઆઇ એસ.એસ. શેખના જણાવ્યા મુજબ ચોક્કસ બાતમી આધારે આજે રબારી કોલોની ખાતે રહેતા અજયભાઇ મુકેશભાઇ ડંઢાયાની ધરપકડ કરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં બન્ને મિત્ર હતા. અગાઉ થયેલી તકરારમાં બોલાચાલી થતાં મૃતક યુવક ગાળ બોલ્યો હતો, જેથી આવેશમાં આવીને આરોપીએ ગળુ દબાવીને તેની હત્યા કરી હોવાનું બહાર આવ્યું હતું.

(11:59 am IST)