Gujarati News

Gujarati News

News of Sunday, 18th November 2018

સરકારના કારણે ખેડૂતોની હાલત કફોડી :સહાયના નામે માત્ર નાટક : મગફળીની ખરીદીમાં ગેરરીતિ: શક્તિસિંહ ગોહિલના આકરા પ્રહાર

 

અમદાવાદ :કોંગ્રેસ નેતા શક્તિસિંહે અમદાવાદમાં પ્રેસ કોન્ફરન્સ યોજી રાજ્ય સરકારની મગફળી ખરીદી મામલે થતી ગેરરીતિ મામલે સવાલો ઉઠાવ્યા હતા.શક્તિસિંહે જણાવ્યું કે ભાજપ સરકારના કારણે ખેડૂતોની હાલત કફોડી બની છે, તેઓએ આરોપ લગાવ્યો કે ગુજરાત સરકારે મગફળીની ખરીદી માટે ગાઇડ લાઇન અનુસરી નથી. ટેકાના ભાવે ખીરીદી કરતીં એજન્સી નાફેડે ગુજરાતમાંથી ખરીદી કરવાનો ઇન્કાર કર્યો હતો. નાફેડ 15 નવેમ્બરે કૃષિ મંત્રાલયને પત્ર લખ્યો હતો, જેમાં તેઓએ કેટલાક આક્ષેપો લગાવ્યા હતા.

   શક્તિસિંહે જણાવ્યું કે 15મી ઓક્ટોબરે નાફેડે કૃષિ મંત્રાલયને પત્ર લખ્યો હતો, જેમાં નાફેડે જણાવ્યું કે અમે રાજસ્થાન,કર્ણાટક, હરિયાણા, તેલંગણા પાસેથી ખરીદી કરી લઇશું. પરંતુ ગુજરાતમાંથી ખરીદી નહીં કરીએ. વધુમાં જણાવાયું કે ગત વર્ષે ખરીદવામાં આવેલા માલ જેમ રાખવો જોઇએ એવી રીતે સચવાયો નથી. જેમાંથી કેટલીક ગોડાઉનમાં આગ લાગી હતી. પૂરતી કાળજી લેવામાં આવી હતી

  . સિવાય ટ્રેઇનિંગ વાળા માણસો પણ રાખવામાં આવ્યા હતા. 3.37 લાખ મેટ્રીક ટન વસ્તુની ખરીદી કરવામાં આવી તેનો કોઇ નિકાલ કર્યો નથી. ખેડૂતો પાસેથી માલ ખરીદ્યો તે નજીકની ગોડાઉનમાં રાખવાના બદલે 300 કિમી દૂરની ગોડાઉનમાં રાખવામાં આવ્યો હતો.
  
શક્તિસિંહે સરકારનો ઉધળો લેતા જણાવ્યું કે દુષ્કાળના સંદર્ભમાં જે મોટી મોટી જાહેરાતો કરવામાં આવી તે માટે વહીવટી ભૂલોને છૂપાવવા માટે કરવામાં આવી છે, રાજ્યમાં અછત છે તો તાત્કાલિક સહાય આપવી જોઇએ, સરકાર માત્ર નાટક કરી રહી છે, સરકાર કાગળ પર જાહેરાત કરે છે

(12:53 am IST)