Gujarati News

Gujarati News

News of Saturday, 17th November 2018

મહુવા તાલુકાના અનાવલમાં વિવિધ મેળાનું આયોજન:પૂજા અર્ચના સાથે થશે દેવ દિવાળીની ઉજવણી

મહુવા: તાલુકાનાં અનાવલ ગામે સ્ટેશન રોડ પર આવેલા બગલાદેવ બ્રહ્મચારી (ભૂતદાદા)ના મંદિરે દેવદિવાળી નિમિત્તે કારતક સુદ દશમને રવિવારનાં તા.૧૮નાં રોજ મેળો ભાશે. આ મંદિર વર્ષો જુનુ પૌરાણીક અને ધાર્મિક મંદિર છે. અનાવલ વિસ્તારનાં આઠથી દસ ગામો આ મેળાનો લાભ લે છે અને પુજા-અર્ચના કરે છે. તેમજ બાધા-માનતા મુકી કૃતાર્થમાન થાય છે. અનાવલ બજાર વિસ્તારમાં જ આ મંદીર આવેલું હોવાથી લસણપોર ત્રણ રસ્તાથી અનાવલ તળાવ ચોક્ડી સુધી પાથરણાવાળાઓની વિવિધ ચીજ વસ્તુઓની દુકાનો મંડાય છે. જ્યાં આ વિસ્તારની આદીવાસી જનતા દેવ દીવાળીની વિવિધ ચીજ વસ્તુઓની ખરીદી કરે છે.

વલવાડા ગામે ઓલણ નદીનાં કીનારે આવેલ કાઠા બળીયાદેવનાં મંદિરે તા.૧૯ને સોમવારનાં  દેવદીવાળીનાં રોજ મેળો ભરાશે. કાઠા બળીયા દેવનું મંદીર પૌરાણીક અને ધાર્મિક છે. વર્ષમાં એક જ દિવસ  ભરાતા આ મેળામાં આ વિસ્તારનાં આદીવાસીઓ બહોળા પ્રમાણમાં ઉમટી પડી ફૂલહાર નાળીયેર અને પૂંજાપાનો સામાન ચઢાવી કૃતાર્થમાન થાય છે.

(3:31 pm IST)