Gujarati News

Gujarati News

News of Saturday, 17th November 2018

સાંતલપુરના બામરોલીમાં જુદા જુદા ચાર ગામના તલાટીએ સસ્પેન્ડ કરવાનો આદેશ

સાંતલપુર: તાલુકાના બામરોલી ગામે હાલમાં તલાટી કમ મંત્રી તરીકે ફરજ બજાવતા તેમજ અગાઉ જિલ્લામાં જુદા જુદા ચાર ગામોએ પોતાની ફરજ દરમિયાન વગર રજાએ ગેરહાજર રહેવા બદલ રેકર્ડ સાથે ચેડા તેમજ નાણાંકીય ઉચાપત કરવાના વિવિધ ગુના અંગે તલાટી એસ.જે. રાવલને પાટણ જિલ્લા નાયબ જિલ્લા વિકાસ અધિકારીએ ફરજ મોકુફ કરી ખાતાકીય તપાસના આદેશ કરતા તલાટી આલમમાં સન્નાટો વ્યાપી ગયો હતો.

સાંતલપુર તાલુકાના બામરોલી ગામે એસ.જે. રાવલ તલાટી કમ મંત્રી તરીકે ફરજ બજાવતા હતા. જેઓના વિરૃધ્ધ નાણાંકીય ગેરરીતિ તેમજ વગર રજાએ ઘણા લાંબા સમયથી ગેરહાજર રહેતા તાલુકા વિકાસ અધિકારીના અહેવાલના આધારે પાટણના નાયબ જિલ્લા વિકાસ અધિકારી એન.એમ. ચૌહાણે ફરજ મોકુફ કરી તેમના વિરૃધ્ધ ખાતાકીય તપાસનો આદેશ આપ્યો હતો.

(3:29 pm IST)