Gujarati News

Gujarati News

News of Monday, 22nd October 2018

મહેસાણા બાયપાસ પાસેથી LCBએ દારૂ ભરેલુ ટ્રેલર ઝડપ્યું: 833 પેટી દારૂ સાથે 53 લાખનો મુદ્દામાલ જપ્ત

ટ્રેલરમાં ચોખાની બોરીઓની આડમાં દારૂ લઇ જવામાં આવતો હતો:ચાલકની ધરપકડ

મહેસાણા બાય-પાસ પાસેથી LCBએ દારૂ ભરેલુ ટ્રેલર ઝડપી લીધું છે જેમાં મોટી સંખ્યામાં દારૂનો જથ્થો ઝડપી લેવામાં આવ્યો છે દારૂનો જથ્થો હરિયાણાના અંબાલાથી લાવવામાં આવી રહ્યો હતો. અને જૂનાગઢ લઇ જવાતો હતો. પોલીસે બાતમીના આધારે ટ્રેલર ચાલકની દારૂના જથ્થા સાથે ધરપકડ કરી લીધી છે.

   મહેસાણા બાય-પાસ હાઇવે પરથી ઝડપાયેલા દારૂ ભરેલા ટ્રેલરમાં ચોખાની બોરીઓની આડમાં દારૂ લઇ જવામાં આવતો હતો. પોલીસે બાતમીના આધારે દારૂની હેરાફેરી કરી રહેલા લોકો સામે લાલ આખ કરી છે. આ ટ્રેલરમાંથી પોલીસે 833 પેટી દારૂ ઝડપી પાડ્યો છે. જેમાં ટ્રેલરની કિંમત 15 લાખ મળી કુલ 53,80,800 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. 

 

(5:52 pm IST)