Gujarati News

Gujarati News

News of Tuesday, 18th September 2018

મહેસાણાના વિજાપુરમાં નરાધમ શખ્સોને ઠપકો આપનાર યુવાન પર જીવલેણ હુમલો

મહેસાણા:વિજાપુર ગ્રામ પંચાયત વિસ્તારમાં આવેલી એક સોસાયટી આગળથી ઠઠ્ઠા, મશ્કરી કરતા નિકળતા શખ્સોને ઠપકો આપતા તેમણે યુવાન ઉપર હુમલો કર્યો હતો. 
ગાડીના કાચ ફોડી નાખી તેમની પાસેથી રોકડ અને સોનાના દોરાની લૂંટ કરી હતી. આ અંગે વિજાપુર પોલીસ મથકે ફરિયાદ નોધાવી હતી.

વિજાપુરમાં ગોવિંદપુરા જુથ પંચાયતની હદમાં આવેલા શ્રીરામ  સોસાયટીમાં રહેતા પટેલ યોગેશકુમાર કચરાભાઈએ સોસાયટી આગળ થઈને ખણુસાનો ગોસ્વામી અને તેના મિત્રો ઠઠ્ઠા મશ્કરી કરતા પસાર થતા તેઓને ઠપકો આપ્યો હતો. જેથી તેઓ એકાએક ઉશ્કેરાઈ ગયા હતા અને યોગેશભાઈ ઉપર હુમલો કરી તેમની ગાડીના કાચ ફોડી નાખ્યા હતા. 

(5:38 pm IST)