Gujarati News

Gujarati News

News of Tuesday, 18th September 2018

હિંમતનગર-શામળાજી નજીક પુરઝડપે જતી કાર ડિવાઈડર કૂદી બાઇકને હડફેટે લેતા ચાલકનું મોત

મોડાસા:હિંમતનગર- શામળાજી વચ્ચેના નેશનલ હાઈવે માર્ગે પુરઝડપે હંકારાતી ડસ્ટર ગાડીના ચાલકે અકસ્માત સર્જયો હતો.આ અકસ્માતમાં ડીવાઈડર કુદાવી રોંગ સાઈડે ઘુસાવી દેવાયેલ કાર સામેથી આવતા બાઈકને ટક્કર મારી દેતાં ચાલકનું મોત નીપજયું હતું. 
જયારે બાઈક સવારને ગંભીર ઈજાઓ પહોંચી હતી.અકસ્માત સર્જી ગાડી છોડી ભાગી છુટેલા ડસ્ટર ચાલક વિરૂધ્ધ શામળાજી પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

નેશનલ હાઈવે માર્ગના રૂદરડી સ્ટેન્ડ નજીકથી પસાર થતી ડસ્ટર ગાડી ના ચાલકે પોતાના કબ્જાનું વાહન પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારતા આ કાર માર્ગ પરનું ડીવાઈડર કુદાવી રોંગ સાઈડે ઘૂસાડાઈ હતી.જયારે રોંગ સાઈડે ઘુસેલી કાર સામેથી આવતી બાઈક ને ટકરાઈ જતાં બાઈક ચાલક સહિત સવાર માર્ગ પર પટકાયા હતા.
આ અકસ્માત માં ગંભીર રીતે ઘવાયેલા બાઈક ચાલક મનોજકુમાર સુરજીભાઈ ખરાડી ઉ.વ.૩૦ રહે.સોડપુર,તા.ભિલોડા નું ઘટના સ્થળે કરૂણ મોત નીપજયું હતું.જયારે બાઈક સવાર તેજસ લવજીભાઈ ખરાડી (ઉ.વ.૧૬)રહે.સોડપુર નાઓને ઈજાઓ પહોંચતાં સારવાર અર્થે ખસેડાયો હતો.

(5:38 pm IST)