Gujarati News

Gujarati News

News of Tuesday, 18th September 2018

મોડાસા પોલીસ સ્ટેશનની છત અચાનક ધડાકાભેટ તૂટતાં અફડાતફડી

મોડાસામાં અંગ્રેજોના સમયની બીલ્ડીંગમાં ખસેડાયેલા ટાઉન પોલીસ સ્ટેશનના  પ્રવેશ ગેટની છત ગત રવિવારની મોડી રાત્રે અચાનક ધડાકાભેર તૂટી પડી હતી.જો કે મોડી રાત્રીની આ ઘટનાથી સદનસીબે જાનહાની ટળી હતી.
પરંતુ એક મહિલા કર્મી.એ પાર્કીંગ કરેલ ટુ-વ્હીલર આ છતના કાટમાળ નીચે દબાઈ જવા પામ્યું હતું.મોડાસા નગર માં આવેલ જર્જરીત બીલ્ડીંગો પ્રત્યે પાલિકાની ઉદાસીનતા આ બનાવથી ઉડીને અીંખે વળગે તેવી જણાઈ આવી હતી.

મોડાસા નગરનું પોલીસ સ્ટેશન નવી બીલ્ડીંગમાંથી બદલી વર્ષો જુની અને અગાઉ નોનયુઝ જાહેર કરાયેલ અંગ્રેજ સમયની બીલ્ડીંગમાં ખસેેડાયું હતું.જર્જરીત મકાનમાં જીવના જોખમે શરૂ કરાયેલ આ ટાઉન પોલીસ સ્ટેશનના મુખ્ય પ્રવેશ ગેટ ઉપરની મેડીવાળી છત ગત રવિવારની રાત્રે ધડાકાભેર તૂટી પડી હતી.

(5:37 pm IST)