Gujarati News

Gujarati News

News of Tuesday, 18th September 2018

આણંદ નજીક પોલીસે છાપો મારી રહેણાંકમાં છુપાવેલ 7100ના વિદેશી દારૂના જથ્થા સાથે એકને દબોચ્યો

આણંદ:નજીક આવેલા વઘાસી ગામે બાલમંદિર નજીક પોલીસે છાપો મારીને રહેણાંક મકાનના અડારામાં પુળા નીચે સંતાડી રાખેલો ૭૧૦૦ની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડીને એકની ધરપકડ કરી પ્રોહિબિશન ધારાની જુદી-જુદી કલમો હેઠળ ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ઘરી છે. 
પ્રાપ્ત વિગતો અનુસાર આણંદ રૂરલ પોલીસને હકીકત મળી હતી કે, વઘાસી ગામે રહેતો હસમુખભાઈ ઉર્ફે શંભુ રઈજીભાઈ સોલંકી વિદેશી દારૂનું વેચાણ કરે છે જેથી પોલીસે છાપો મારીને તેના મકાનના અડારામાં તપાસ કરતાં પુળા નીચે સંતાડી રાખેલ વિદેશી દારૂની ૧૧ બોટલો કે જેની કિંમત ૭૧૦૦ રૂપિયા જેટલી થવા જાય છે તે મળી આવ્યો હતો. જેથી પોલીસે હસમુખભાઈ ઉર્ફે શંભુની ધરપકડ કરીને કાર્યવાહી હાથ ઘરી હતી. 

(5:36 pm IST)