Gujarati News

Gujarati News

News of Tuesday, 18th September 2018

કરોડો રૂપિયાના ઉઠમણાના કેસમાં ઉમરેઠ પોલીસે વધુ બે શખ્સોની ધરપકડ કરી

ઉમરેઠ:ના કરોડો રૂપિયાના ગાભાવાલા ઉઠમણાં કેસમાં તપાસ કરતી સીટ પોલીસે આજે નારાયણ શ્રોફની પેઢીના બે કર્મચારીઓની ધરપકડ કરીને રીમાન્ડ મેળવવાની તજવીજ હાથ ઘરી છે. 
પ્રાપ્ત વિગતો અનુસાર ઉમરેઠના અર્પિત અને ગુંજન ગાભાવાલા દ્વારા કરાયેલા કરોડો રૂપિયાના ઉઠમણાં કેસની તપાસ કરતી સીટ પોલીસ દ્વારા પેઢી ઉપર બેસીને ૧૨ ટકા ઊંચા વ્યાજે થાપણો મૂકાવીને પાસબુકોમાં સહીઓ કરી આપતાં મેહુલ મહેશભાઈ પટેલ (ઉમરેઠ)તથા ભાસ્કરભાઈ પટેલ (ભાટપુરા)ની સંડોવણી હોવાનું ખુલતાં જ પોલીસે આજે તેમની ધરપકડ કરી લીધી હતી. 
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર મેહુલભાઈ પટેલ વિદેશી નાણાંના ટ્રાન્જેક્શનનું કામકાજ કરતો હતો જેથી બીટકોઈનમાં તો નાણાં રોક્યા નથીને જેવી તપાસ માટે રીમાન્ડ મેળવવામાં આવનાર છે.

(5:35 pm IST)