Gujarati News

Gujarati News

News of Tuesday, 18th September 2018

આણંદમાં નજીવી બાબતે દંપતીને ઢોર માર મારતા ફરિયાદ

આણંદ: શહેરની રેલવે પોલીસ લાઈનની બાજુમા ંઆવેલી નવીચાલીમાં રાહુલભાઈ મુકુદભાઈ ઠક્કર ગઈકાલે બપોરના દોઢેક વાગ્યાના સુમારે પોતાનું એક્ટીવા લઈને બાલાભાઈ મરાઠીના ઘર પાસેથી જતા હતા ત્યારે હોર્ન મારતાં બાલાભાઈએ કેમ હોર્ન મારે છે તેમ કહીને ગમે તેવી ગાળો બોલીને પોતાના હાથમાની લાકડી માથામા મારી દીધી હતી. કોકિલાબેન વચ્ચે પડતાં ચમલીબેન અને મંગલાબેને તેણીને ગડદાપાટુનો માર માર્યો હતો અને આજે તો બચી ગયો છો, ફરીથી નામ લેશો તો જાનથી મારી નાંખીશુ તેવી ધમકી આપી હતી. 

(5:34 pm IST)