Gujarati News

Gujarati News

News of Tuesday, 18th September 2018

ખેડા તાલુકાના ગોબલજની યુવતી ઝેરી ગોળી ખાઈ જતા મોતને ભેટી

ખેડા: તાલુકાના ગોેબલજની યુવતીએ આજે સવારે ઝેરી ગોળી ખાઈ જિંદગીનો અંત લાવતા નાનકડા ગામમાં ભારે ચકચાર મચી જવા પામી છે. 
પોલીસ સૂત્રોમાંથી મળેલ વિગત મુજબ ખેડા તાલુકાના ગોબલજમાં હર્ષદભાઈ ગોહેલ પરિવાર સાથે રહે છે આજે સવારે આઠ વાગ્યાના સુમારે તેમની દીકરી નિશાબેન (ઉં.વ.૧૭) એ કોઈ અગમ્ય કારણસર ઝેરી ગોળી ગટગટાવી હતી. જેથી ઝેરની અસર થતા બેભાન થઈ ઢળી પડી હતી જેની જાણ તથા પરિવારજનોએ દીકરીનો તુરંત જ સારવાર માટે ચરોતર મલ્ટી હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં નીશાબેન ગોહેલનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. આ યુવતીએ કયા કારણસર ઝેરી ગોળીઓ ખાઈ આપઘાત કર્યો હતો. તેનું કારણ જાણવા મળેલ નથી. 
આ અંગે ડો. વિપુલ ચાવડાએ જાણ કરતા ખેડા ટાઉન પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ઘરી છે.

(5:33 pm IST)