Gujarati News

Gujarati News

News of Tuesday, 18th September 2018

સુરતના રસ્તાઓ ઉપરથી ઝેરી કેમિકલ ભરેલા બરેલો મળી આવ્યા

અજાણ્યા શખ્સો દ્વારા ઝેરી કેમીકલોની ભેદી હેરીફેરી

સુરત, તા.૧૮: સુરતના સચિન પલાસાણા રોડ અણમોલ નગર ખાતે અવાવરૃં જગ્યાએથી ઝેરયુકત કેમિકલ ભરેલા ૧૧ બેરલ મળી આવ્યા હતા. પશુપાલકો પોતાના ઢોર ચરાવવા આવ્યા હતા. તે દરમ્યાન કેમિકલના બેરલમાંથી ધુમાડો નીકળતા પશુપાલકો ચોંકી ઉઠયા હતા.

આ અંગે જાણ થતા સચિન પોલીસ સહિત જીપીસીબીની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. અને તપાસ શરૂ કરી હતી. અજાણ્યા શખ્સો દ્વારા ઝેરયુકત કેમિકલની હેરાફરીના જણાવ્યાનુસાર પ્રાથમિક તપાસમાં કેમિકલ ઝેરી હોવાનું અનુમાન છે. જે માટે કેમિકલના સેમ્પલો એનાલિસિસ માટે લેબમાં મોકલવામાં આવ્યા છે.

(2:35 pm IST)