Gujarati News

Gujarati News

News of Tuesday, 18th September 2018

GRSE આઇપીઓ ૨૪ સપ્ટેમ્બરે બજારમાં આવશે

ગાર્ડન રિચ શિપબિલ્ડર્સ હવે માર્કેટમાં આવશેઃ ઇક્વિટી શેરદીઠ પ્રાઇઝ બેન્ડ ૧૧૫થી ૧૧૮ : આઇપીઓ ૨૬ સપ્ટેમ્બરે બંધ થશે : કારોબારીઓમાં ઉત્સુકતા વધી

અમદાવાદ, તા.૧૭: ગાર્ડન રિચ શિપબિલ્ડર્સ એન્ડ એન્જિનીયર્સ લિમિટેડ(જીઆરએસઇ)એ તા.૨૪ સપ્ટેમ્બર, ૨૦૧૮નાં રોજ રોકડ માટે રૂ. ૧૦ની ફેસ વેલ્યુ ધરાવતાં ઇક્વિટી શેરનો આઇપીઓ લાવવાની દરખાસ્ત રજૂ કરી છે, જેમાં ભારત સરકારનાં સંરક્ષણ મંત્રાલય તરફથી પ્રમોટર ભારતનાં રાષ્ટ્રપતિ (વિક્રેતા શેરધારક)એ ઇક્વિટી શેર દીઠ કિંમત (શેર પ્રીમિયમ સહિત) (ઓફર)નાં ૨૯,૨૧૦,૭૬૦ ઇક્વિટી શેરનાં વેચાણની ઓફર રજૂ કરી છે. ઓફરમાં લાયકાત ધરાવતાં કર્મચારીઓનાં સબસ્ક્રિપ્શન માટે ૫૭૨,૭૬૦ ઇક્વિટી શેર સુધીનું રિઝર્વેશન (એમ્પ્લોયી રિઝર્વેશન પોર્શન) પણ સામેલ છે એમ અત્રે જીઆરએસઇના ચેરમેન અને એમડી વિપિનકુમાર સકસેના અને ડાયરેકટર તેમ જ સીએફઓ સરવજીતસિંગ ડોગરાએ જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતુંકે, કર્મચારીઓનાં અનામત હિસ્સા સિવાયની ઓફર નેટ ઓફર કે ચોખ્ખી ઓફર ગણાય છે. ઓફર પછી કંપનીની પેઇડ-અપ ઇક્વિટી મૂડીમાં ઓફર અને નેટ ઓફરનો હિસ્સો અનુક્રમે ૨૫.૫૦ ટકા અને ૨૫.૦૦ ટકા હશે. બિડ/ઓફરનો ગાળો તા.૨૬ સપ્ટેમ્બર, ૨૦૧૮નાં રોજ બંધ થશે. રિટેલ ઇન્ડિવિડ્યુઅલ બિડર્સ (રિટેલ ડિસ્કાઉન્ટ)ને ઓફર થયેલી ઓફર પ્રાઇસ પર ઇક્વિટી શેરદીઠ રૂ. ૫નું ડિસ્કાઉન્ટ મળી શકશે અને એમ્પ્લોયી રિઝર્વેશન પોર્શન (એમ્પ્લોયી રિઝર્વેશન પોર્શન)માં લાયકાત ધરાવતાં કર્મચારીઓને ઓફર થયેલા ઇક્વિટી શેરની ઓફર પ્રાઇસ પર રૂ. ૫નું ડિસ્કાઉન્ટ મળી શકશે. ઓફરની પ્રાઇસ બેન્ડ ઇક્વિટી શેરદીઠ રૂ. ૧૧૫થી રૂ. ૧૧૮ છે. બિડ લઘુતમ ૧૨૦ ઇક્વિટી શેર માટે અને પછી ૧૨૦ શેરનાં ગુણાંકમાં થઈ શકશે. ઇક્વિટી શેરનું લિસ્ટિંગ બીએસઈ અને એનએસઈ પર થશે. ઓફરનાં બુક રનિંગ લીડ મેનેજર્સ  (બીઆરએલએમ) આઇડીબીઆઈ કેપિટલ માર્કેટ એન્ડ સીક્યોરિટીઝ લિમિટેડ અને યસ સીક્યોરિટીઝ (ઇન્ડિયા) લિમિટેડ છે. આ ઓફર સીક્યોરિટીઝ કોન્ટ્રાક્ટ્સ (નિયમન) નિયમો, ૧૯૫૭નાં નિયમ ૧૯(૨)(બી), જેમાં થયેલા સુધારા (એસસીઆરઆર) હેઠળ થઈ છે. ઓફર સીક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (ઇશ્યૂ ઓફ કેપિટલ એન્ડ ડિસ્ક્લોઝર રિક્વાયરમેન્ટ્સ) રેગ્યુલેશન, ૨૦૦૯, સુધારા સાથે (સેબી આઇસીડીઆર રેગ્યુલેશન્સ) નિયમન ૨૬(૧) અનુરૂપ બુક બિલ્ડિંગ પ્રોસેસ મારફતે ઓફર રજૂ કરવામાં આવી છે, જેમાં ઓફરનો મહત્તમ ૫૦ ટકા હિસ્સો સપ્રમાણ આધારે ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યૂશનલ બાયર્સ (ક્યુઆઇબી) (ક્યુઆઇબી પોર્શન)ને ઓફર કરવામાં આવશે. ક્યુઆઇબી પોર્શનનો ૫ ટકા હિસ્સો સપ્રમાણ આધારે મ્યુચ્યુઅલ ફંડ્સ માટે જ ઉપલબ્ધ કરાવવામાં આવશે અને નેટ ક્યુઆઇબીનો બાકીનો હિસ્સો મ્યુચ્યુઅલ ફંડ્સ સહિત તમામ ક્યુઆઇબી બિડર્સ (એન્કર રોકાણકારોને બાદ કરતાં)ને સપ્રમાણ આધારે ઉપલબ્ધ કરાવવામાં આવશે, જે તેમની પાસેથી ઓફર કિંમતે કે તેનાથી વધારે કિંમતે માન્ય બિડ મળવાને આધિન છે. જોકે મ્યુચ્યુઅલ ફંડોની કુલ માગ ક્યુઆઇબી પોર્શનનાં ૫ ટકા હિસ્સાથી ઓછી હશે, તો મ્યુચ્યુઅલ ફંડ પોર્શનમાં ફાળવણી માટે ઉપલબ્ધ બાકીનાં ઇક્વિટી શેર ક્યુઆઇબીને સપ્રમાણ ફાળવણી માટેના હિસ્સામાં નેટ ક્યુઆઇબી પોર્શનનો બાકીનાં હિસ્સાને ઉમેરવામાં આવશે એમ જીઆરએસઇના ચેરમેન અને એમડી વિપિનકુમાર સકસેના અને ડાયરેકટર તેમ જ સીએફઓ સરવજીતસિંગ ડોગરાએ ઉમેર્યું હતું.

(10:23 pm IST)