Gujarati News

Gujarati News

News of Friday, 20th July 2018

અરવલ્લીના ભિલોડાના હાથમતી બ્રિજની દીવાલમાં જબરી તિરાડ : મોટી હોનારતની દહેશત : તંત્ર જાગશે ?

અરવલ્લી જિલ્લામાં ભિલોડાના હાથમતી બ્રિજની નીચેની દીવાલમાં તિરાડ પડી છે. બ્રીજની ઉત્તર તરફની દીવાલ માં 9 ઇંચથી વધુની ગેપ થઇ છે. ભવિષ્યમાં મોટી હોનારત થવાની દહેશત વર્તાઇ રહી છે.

   અરવલ્લી જિલ્લાના ભિલોડા નગરમાંથી પસાર થતી હાથમતી નદી પર 50 વર્ષ જૂનો 1963ની સાલમાં 104.63 મીટર લાંબો બ્રિજ બનાવેલો છે. આ બ્રિજ શામળાજી અને વિજયનગર તરફથી ભિલોડા આવવાના રસ્તે બનાવેલો છે. ભિલોડા તાલુકાની 80 ટકા વસ્તી આ બ્રિજ પરથી દરરોજ આવ-જા કરે છે. તાલુકાની જનતાને ભિલોડા નગરમાં પ્રવેશ કરવા આ બ્રિજ સિવાય અન્ય કોઈ રસ્તો નથી. ત્યારે ભિલોડા નગરમાં પ્રવેશતા શામળાજીથી ભિલોડા તરફ હાથમતી બ્રિજના ઉત્તર તરફની દીવાલમાં મોટી તિરાડો પડેલ જોવા મળી છે.

(8:08 pm IST)