Gujarati News

Gujarati News

News of Friday, 20th July 2018

રિયલ એસ્ટેટ માર્કેટમાં કરંટ : અમદાવાદના એસજી હાઇવે પર ત્રણ મોટા 1000 કરોડના સોદા

અમદાવાદ :લાંબા સમયથી મંદીમાં બેઠેલું રિયાલ્ટી માર્કેટ હવે બેઠું થઈ રહ્યું છે. એક અહેવાલ મુજબ અમદાવાદના એસજી હાઈવે પર બે અઠવાડિયાના અરસામાં જ ત્રણ મોટા સોદા થયા છે, જેની કિંમત 1000 કરોડ રુપિયાથી પણ વધુ છે. એસજી  હાઈવેને અડીને જ ગોતા વિસ્તારમાં આ જંગી સોદા કરવામાં આવ્યા છે. એચએન સફલ, ગાલા ગ્રુપ અને ગોયલ ગ્રુપે સંયુક્ત 42,000 ચોરસ યાર્ડનો પ્લોટ લીધો છે, જે ગોતા ઓવરબ્રિજને અડીને આવેલો છે.

(8:56 pm IST)