Gujarati News

Gujarati News

News of Friday, 20th July 2018

ઓક્ટોબરમાં અમદાવાદમાં ત્રણ દિવસ વાઇબ્રન્ટ ગુજરાત સ્ટાર્ટઅપ એન્ડ ટેક્‌નોલોજી સમિટ યોજાશે

ઇંગ્લેન્ડ, સિંગાપોર અને ઓસ્ટ્રેલિયા જેવા દેશો સાથે સ્ટાર્ટઅપ ઇકો સિસ્ટમ ઊભી કરવા સરકાર દ્વારા કરાર થશે

અમદાવાદ: આગામી ઓક્ટોબરમાં ગુજરાત ખાતે યોજાનારા સ્ટાર્ટ અપ સમિટમાં દુનિયાના સર્વોતમ રાષ્ટ્રોની જેમ નાણાકીય રોકાણોને સફળતા મળે તે માટેની નવી વ્યૂહરચના અપનાવવાનો નિર્ણય કરાયો છે. ખાસ કરીને ઇંગ્લેન્ડ, સિંગાપોર અને ઓસ્ટ્રેલિયા જેવા દેશો સાથે સ્ટાર્ટઅપ ઇકો સિસ્ટમ ઊભી કરવા ગુજરાત સરકાર દ્વારા કરાર કરવામાં આવશે અને તે દેશોની બેસ્ટ

 

પ્રેક્ટિસ અહીં લાવવામાં આવશે અને તેના દ્વારા આ દેશોમાં આપણા સ્ટાર્ટઅપને ફંડિંગ મળશે અને તેમને નવું બજાર ઊભું કરવામાં મદદ મળશે.

  આગામી ૧૧થી ૧૩મી ઓક્ટોબર દરમિયાન ગાંધીનગરમાં એક્ઝિબિશન સેન્ટર ખાતે વાઇબ્રન્ટ ગુજરાત સ્ટાર્ટઅપ એન્ડ ટેક્‌નોલોજી સમિટ ૨૦૧૮નુ આયોજન કરાયું છે. આ સમિટમાં એગ્રીટેક, ફિનટેક, સ્માર્ટ એન્ડ શેર્ડ મોબિલિટી, વુમન સેન્ટ્રિક સોલ્યુશન, મેન્યુફેક્ચરિંગ, ગવર્નન્સ 2030, મેરીટાઇમ એન્ડ મિલિટરી ઇન્ટેલિજન્સ અને હેલ્થટેક જેવા આઠ ચેલેન્જ યોજાશે. આ ઉપરાંત આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, આઇઓટી, બિગ ડેટા અને સાયબર સિક્યોરિટી પર ખાસ ફોકસ કરવામાં આવશે.

(11:44 pm IST)