Gujarati News

Gujarati News

News of Thursday, 19th July 2018

ઠાસરા તાલુકાના બે ગામને જોડતો પૂલ તૂટવાના આરે આવ્યો

ઠાસરા: તાલુકાના બે ગામને જોડતો પુલ તુટવાને આરે આવીને ઉભો છે.આ પુલ પરથી આજુબાજુના ૧૦ થી વધુ ગામના લોકો અવરજવર કરે છે.પુલ વરસાદના કારણે વધુ જર્જરીત બન્યો છે.જેથી ગ્રામજનોને પસાર થવામાં જોખમકારક સાબિત થાય તેમ છે.

ઠાસરા તાલુકાના પીપલવાડા અને ભરથરી ગામને જોડતો પુલ અતિ બિસ્માર હાલતમાં છે.જેના કારણે દિપકપુરા,ધારેટા,ગુલાબપુરા,રાણીપોરડા જેવા અનેક ગામના ગ્રામજનો મુશ્કેલીમાં મુકાયા  છે.પીપલવાડાના ૧૦૦ થી વધુ બાળકો ભરથરી ખાતે આવેલ વિધામંદિર માધ્યામિક શાળામાં અભ્યાસ અર્થે આ પુલથી પસાર થાય  છે.તદઉપરાંત આ જાહેર રસ્તો હોવાથી આજુબાજુ ગામના ગ્રામજનો ેઅને વિધાર્થીઓ  આ પુલનો ઉપયોગ કરે છે.

તેમજ પીપલવાડા, દિપકપુરા, ધારેટા, ગુલાબપુરા ગામોની જાહેર જનતા આ રસ્તે થી સ્મશાન જવાનો એક માત્ર આ પુલ છે.આ જર્જરીત થયેલા પુલના નીચેના ભાગે આર.સી.સી ના પોપડા તેમજ લોખંડના સળીયા પણ બહાર આવી ગયા હોવાથી રાહદારીઓ માટે જોખમી સાબિત થઇ રહ્યો છે.જેના કારણે ભારે વાહનો માટે પુલ બંધ કરી દેવામાં આવ્યો છે.

(5:24 pm IST)